સુરતઃ કોરોના વાયરસના (coronavirus) કપરા સમયમાં એક તરફ વાલીઓ ફી ઘટાડાની (school fee) માંગણી સાથે સરકારના દ્વાર ખખડાવી રહ્યા છે તો બીજી તરફ શાળાઓ ફી ઘટાડવાનું નામ નથી લઇ રહી. આવી પરિસ્થિતિમાં સુરતની એક શાળાએ (surat school) ઉદાહરણરૂપ કામગીરી કરી છે. અને કોરોનામાં પિતાની છત્રછાયા (father died in corona) ગુમાવનાર બાળકોને ધોરણ 12 સુધી મફત શિક્ષણ (free Education) આપવાની દિશામાં આગળ વધી રહી છે. જો કે શાળાની કામગીરી અન્ય શાળાઓમાં ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થઇ છે.
કોરોનાના કારણે શાળાઓનું શૈક્ષણિક સત્ર હજી શરૂ થઈ શક્યું નથી. પરંતુ ફી અને ઓનલાઈન અભ્યાસ મામલે વાલીઓ શાળાઓ અને તંત્ર વચ્ચે ઘમાસાણ સજાયું હતું. તેવામાં હજી પણ કેટલીક સ્કૂલોએ ગયા વર્ષે બંધ રહેલી શાળાઓમાં અભ્યાસની ફી તો લીધી જ છે અને આ વર્ષે પણ ફી એડવાન્સ પેટે લેવામાં આવી રહી છે.
ત્યારે સુરતની એક શાળા એવી છે જે આ મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓની વ્હારે આવી છે. આ મહામારીમાં જે વિદ્યાર્થીએ પોતાના પિતાની છત્રછાયા કોરોનાને કારણે ગુમાવી હોય તેવા વિદ્યાર્થીઓને તે જ્યાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી ફી ન લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ અને વિદ્યાદીપ સ્કૂલના ટ્રસ્ટી મહેશ પટેલ અને મુકુંદ પટેલે જણાવ્યું છે કે કોરોનામાં પિતાની છત ગુમાવનાર બાળકની તે અંગ્રેજી જે હિન્દી માધ્યમની સ્કૂલમાં જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી શિક્ષણ ફી નહિ લેવાશે.
" isDesktop="true" id="1100413" >
છેલ્લા બે વર્ષથી જે મા બાપના ઘરે માત્ર બે દીકરી છે તો બીજી દીકરીને ફીમાં 50 ટકા રાહતનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જો કે શાળા સંચાલકોના નિર્ણયનાં પગલે વાલીઓમાં આનંદ છવાયો છે. બાળકોની શૈક્ષણિક કારકિર્દીના દીપકને સળગતો રાખવા અને પ્રકાશિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.