સુરતમાં સ્કૂલ રિક્ષાને વિદ્યાર્થીઓ પાસે મરાવ્યો ધક્કો, જુઓ Viral Video


Updated: February 5, 2020, 9:39 PM IST
સુરતમાં સ્કૂલ રિક્ષાને વિદ્યાર્થીઓ પાસે મરાવ્યો ધક્કો, જુઓ Viral Video
વાયરલ વીડિયોની તસવીર

સુરત શહેરનો વાયરલ થયેલા વીડિયોમાં  ઓટો રિક્ષા બંધ થઈ ગઈ હતી. બાદમાં બાળકો પાસે ઓટો રિક્ષાના ડ્રાઈવરે રિક્ષામાં બેઠેલા અમુક બાળકો પાસે ધક્કો મરાવ્યો હતો.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) આજે બુધવારે એક વીડિયો વાયરલ (Video viral) થયો હતો જેમાં એક સ્કૂલ ઓટો (School auto) ચાલકની રિક્ષા ખરાબ થતા તેણે સ્કૂલના બાળકો (Students) પાસે ધક્કો મારી રીપેર કરાવવાની જગ્યાએ લઈ ગયો હતો. આ વીડિયો વાયરલ થતા વાલીઓમાં તેમજ શહેરીજનોમાં રોષ ફેલાઇ ગયો હતો. આ વીડિયો સુરતના નાનપુરા વિસ્તારની કોઇ સ્કુલનો હોવાનું ચર્ચાય રહ્યું છે.

સુરત શહેરનો વાયરલ થયેલા વીડિયોમાં  ઓટો રિક્ષા બંધ થઈ ગઈ હતી. બાદમાં બાળકો પાસે ઓટો રિક્ષાના ડ્રાઈવરે રિક્ષામાં બેઠેલા અમુક બાળકો પાસે ધક્કો મરાવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પાસે રિક્ષાને ધક્કો મરાવતાં વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ઓટો ચાલક સામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.


રિક્ષા નંબર જીજે 5 એવાય 4300ના ડ્રાઈવર સામે નિયમો અનુસાર પગલાં લેવામાં આવશે તેવું પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ વાલીઓએ પણ આ બાબતે સજાક થવાની જરૂર છે ઓછા રૂપિયા આપવાની લાયમાં એક રિક્ષામાં મોટી સંખ્યામાં બાળકોને સ્કુલે મોકવામાં આવે છે.  બાળકો પાસે રિક્ષામાં ધક્કા મરાવવા યોગ્ય ન હોય આવા ચાલકોની રિક્ષામાં બાળકો ન મોકલવા સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવી હતી.

આ વીડિયો વાયું વેગે શોસયલ મિડયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને લઇને ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. શોસયલ મિડયમાંએવી પણ ચર્ચા ચાલી હતી કે પોલિસ આવા રિક્ષા ચાલક પાસે રૂપિયા લઇને તેમને છોડી દેય છે. જેથી પોલિસે પણ કડક પગલા લેવાની જરૂત છે. જેથી સ્કૂલઓટો રિક્ષા ચાલકો પર લગામ લાગી શકે.
First published: February 5, 2020, 9:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading