સુરત: શાળા સંચાલકની દાદાગીરી, 20 વિદ્યાર્થીને પોસ્ટ મારફતે મોકલી દીધી LC

News18 Gujarati
Updated: June 20, 2018, 6:56 PM IST
સુરત: શાળા સંચાલકની દાદાગીરી, 20 વિદ્યાર્થીને પોસ્ટ મારફતે મોકલી દીધી LC

  • Share this:
સુરતમાં શાળા સંચાલકોની દાદાગીરી ચોથા આસમાને પહોંચી ચુકી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ શાળા દ્વારા એકસાથે વીસ જેટલા વિધાર્થીઓને પોસ્ટ મારફતે એલ.સી.મોકલી દેવામાં આવી છે. જેને લઈ વાલીઓમાં ઉકળતો રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આજ રોજ તમામ વાલીઓ ડી.ઓ. કચેરી ખાતે પહોંચ્યા હતા અને ધરણા યોજી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. વાલીઓએ શાળા સંચાલકો સામે પગલા ભરવાની માંગ કરી હતી. બાળકોને શાળામાં પરત નહીં લેવામાં આવે તો કચેરી બહાર જ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સરકારના ફી નિયમન કાયદો લાગુ થયા બાદ સુરતના વાલી મંડળ અને શાળાઓ વચ્ચે અનેકો વખત ઘર્ષણ જોવા મળ્યું. જેમાં ખાસ કરીને અગાઉથી જ વિવાદમાં રહેલી વેસુની એસ.ડી.જૈન શાળાની દાદાગીરી ફરી સામે આવી છે. શાળા દ્વારા કુલ વીસ જેટલા વિધાર્થીઓને પોસ્ટ મારફતે એલ.સી.મોકલી આપવામાં આવી છે. જેને લઈ વાલીઓમાં પણ ઉકળતા ચરુ જેવો રોષ ફાટી નીકળ્યો છે. વાલીઓને કોઈ પણ નોટિસ વિના એલ.સી. મોકલવામાં આવતા વિધાર્થીઓના ભવિષ્ય સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આજ રોજ તમામ વાલીઓ રજુઆત લઈ ડી.ઓ. કચેરી ખાતે પહોંચ્યા હતા. હાથમાં પોતાના બાળકની એલ.સી. લઈ પહોંચેલા વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો શાળા સામે પગલા નહીં ભરવામાં આવે તો કચેરી બહાર જ અચોક્કસ મુદ્દત માટે ધરણા પર બેસવા મજબૂર બનવું પડશે. જે પ્રકારે બાળકોની એલ.સી. મોકલી આપવામાં આવી, તે પ્રમાણે બાળકોને ફરી શાળામાં પ્રવેશ આપવામાં આવે. સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો અને વાલીઓની લડત મુદ્દે દાઝ શાળા દ્વારા રાખવામાં આવી છે. બાળકોની ત્રણ માસ સુધીની ફી પણ ભરી દેવામાં આવી છે. છતાં એલ.સી.પકડાવી દેવામાં આવી છે. થોડા દિવસ અગાઉ શાળામાં વાલીઓને પ્રવેશ ન આપતા રકઝક થઈ હતી. જેના કારણે શાળા સંચાલકો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું કારણે એલ.સી. પકડાવી મનમાની ચલાવવામાં આવી છે.

વાલી કૃણાલ જરીવાલાએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી અમારી લડાઈ છે, હવે સ્કૂલ સંચાલકો એટલી હદે નીચે ઉતરી ગયા છે કે, હવે એ લોકો વાલીઓનો બદલો બાળકો સાથે લઈ રહ્યા છે. મારી દીકરી અંકિત જરીવાલાને હાઈસ્કુલ દ્વારા એલસી આપી દેવામાં આવી છે, લડાઈ અમે સાચી લડીયે છીએ ત્યારે અમને સરકાર, ડીઈઓ કે કોઈપણ સપોર્ટ નથી કરતા 20 લોકોને એલસી આપી દીધું છે, વાલીઓને જણાવ્યા વગર એલસી આપી દીધા છે.

વાલી અપર્ણા જરીવાલાએ જણાવ્યું કે, છોકરી સ્કૂલમાં ભણે છે ધોરણ-૪માં. ગઈકાલે કુરિયરમાં ઘરે લિવિંગ સર્ટિફિકેટ આવી ગયું છે, અમે ત્રણ મહિનાની ધોરણ ચારની ફી ભરી દીધી છે, છતાં પણ લિવિંગ સર્ટિફિકેટ ઘરે આવી ગયું છે. અમે શિક્ષણ અધિકારીને આ બતાવવા આવ્યા છીએ કે લિવિંગ સર્ટિફિકેટ ઘરે આવી ગયું છે તો આ અંગે તમે કાંઈક પગલાં ભરો.

સ્ટોરી - આનંદ પટણી
First published: June 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading