જેમ જેમ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ નજીક આવતી જાય છે તેમ તેમ બાળકો કરતા તેમના વાલીઓની ચિંતા વધી જતી હોય છે. જેને કારણે તેઓ વિદ્યાર્થીઓને પણ વધુને વધુ ભણવાનું કહીને તાણમાં લાવતા હોય છે. ત્યારે સુરતમાં વાલીઓની ચિંતા દૂર કરવા માટે શાળાઓ સાથે મળીને નવતર પ્રયોગ કરવાની છે.
મળતી માહિતી પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ તમામ શાળાઓને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને તાણ મુક્ત રાખવા માટે સૂચના આપી છે. શહેરની શાળાઓ વિદ્યાર્થીઓના વાલીઓને પત્ર લખશે. જેમાં બાળકોને બોર્ડની પરીક્ષાના તણાવમાંથી મુક્ત રાખવા અપીલ કરવામાં આવશે. જેમાં મુખ્ય સ્લોગન સમજાવાશે કે, 'પરીક્ષા જીવનનો એકમાત્ર પડાવ છે જીવન નથી.' આ કાર્યની પાછળ ફાયદો એ છે કે માતા પિતા બાળકોના મનમાં બોર્ડની પરીક્ષાનો ભય ન જન્મવા દે.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત બોર્ડની પરીક્ષા પહેલા તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનાં ડરમાંથી બહાર કાઢવા માટેનો ગુરૂમંત્ર આપ્યો હતો. તેમણે સ્ટેડિયમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓનાં લાઈવ પ્રશ્નોનાં જવાબો પણ આપ્યાં. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે પરીક્ષાની ચિંતા, ડર અને તણાવને દૂર કરી શકાય. કેવી રીતે અભ્યાસમાં એકાગ્રતા લાવી શકાય. મોદીએ વિદ્યાર્થીઓનાં માતા-પિતાઓને પણ સલાહ આપી કે પોતાના અધૂરા રહી ગયેલા સપનાઓને પોતાના બાળકો પર ન થોપી દેવા જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર