સુરત: આ સ્કૂલમાં શિક્ષકનો અભાવ, એક ક્લાસ રૂમમાં 2 અલગ-અલગ ધોરણના વિદ્યાર્થી ભણવા મજબૂર


Updated: February 6, 2020, 9:32 PM IST
સુરત: આ સ્કૂલમાં શિક્ષકનો અભાવ, એક ક્લાસ રૂમમાં 2 અલગ-અલગ ધોરણના વિદ્યાર્થી ભણવા મજબૂર
ગુજરાતની એવી કેટલી શાળા છે જેમાં અભ્યાસ માટે બાળકો આવે છે પણ અભ્યાસ કરાવવા શિક્ષક નથી

ગુજરાતની એવી કેટલી શાળા છે જેમાં અભ્યાસ માટે બાળકો આવે છે પણ અભ્યાસ કરાવવા શિક્ષક નથી

  • Share this:
ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનું સ્લોગન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, ત્યારે સુરતના શિક્ષણનું સ્તર કેટલી હદે ગબડી ગયું છે તે જાણીને નવાઈ લાગશે. એક સ્કૂલ બે ધોરણના વિધાર્થી અક જ ક્લાસ રૂમમાં અભ્યાસ કરાવવામાં આવે છે. એક જ ક્લાસ રૂમમાં બે બ્લેક બોર્ડ. શિક્ષક થોડી વાર એક ધોરણ અને થોડીવાર બીજા ધોરણના વિધાર્થીને અભ્યાસ કરાવે છે. અહીંયા ક્લાસ રૂમ નહી પરંતુ શિક્ષકનો અભાવ જોવા મળી રહ્યો છે.

એક બાજુ ગુજરાત સરકાર અભ્યાસને વેગ આપી રહી છે ત્યારે બીજી બાજુ અભ્યાસ ક્યા પ્રકારે બાળકોને કરાવવામાં આવે છે, જે જોઈને તમને પણ વિચાર આવશે કે, સરકારનું 'ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતનું સ્લોગન તદ્દન ખોટું છે. કારણ કે ગુજરાતની એવી કેટલી શાળા છે જેમાં અભ્યાસ માટે બાળકો આવે છે પણ અભ્યાસ કરાવવા શિક્ષક નથી. આવુ જ કઈક સુરતમાં જોવા મળ્યું છે, 600 કરોડનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી શાળા ક્રમાંક 320 જે કમરુનગર ખાતે આવે છે. હિન્દી માધ્યમની આ શાળામાં એક જ ક્લાસ રૂમમાં બે બ્લેક બોર્ડ અને એક જ ક્લાસ રૂમમાં બે ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

આ જોઈને ભલભલાને નવાઈ લાગશે. કારણ કે એક જ ક્લાસ રૂમમાં બે અલગ અલગ ધોરણના વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શિક્ષક પહેલા ધોરણ 6ના વિધાર્થી ભણાવે અને થોડી વાર બાદ બીજા બ્લેક બોર્ડ પર ધોરણ 8ના વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવે છે.

આ પ્રકારે અભ્યાસ એક બે દિવસથી નહિ પણ લાંબા સમયથી આજ રીતે કરાવવામાં આવે છે. કારણ કે આ શાળા પાસે શિક્ષક નથી, જોકે અનેક રજુવાત બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

આ મામલે શિક્ષણ સમિતીના ચેરનેનનું કહેવું છે કે, તેમના દ્વારા શિક્ષકની જે ઘટ છે તે માટે સરકારને રજુઆત કરવામાં આવી છે, પણ આ ઘટ પૂરવામાં આવતી નથી. આગામી દિવસમાં શિક્ષકની ઘટ પુરી થતા આ બાળકોને પડી રહેલ મુશ્કેલી દૂર થશે. આ શાળામાં હાલમાં 554 વિધાર્થી અભ્યાસ કરે છે, ત્યારે તેમની પડતી તકલીફ જલ્દી દૂર કરવામાં આવશે.
First published: February 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading