Home /News /south-gujarat /

SC-ST વર્ગના યુવાનોને ફ્રીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમવર્ગમાં જોડાવાની તક

SC-ST વર્ગના યુવાનોને ફ્રીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમવર્ગમાં જોડાવાની તક

પ્રતિકાત્મક તસવીર

આગામી ૧લી જુલાઈના રોજ ૧૨ માસના કોમ્પ્યુટર ઓ લેવલ સોફ્ટવેર અને અને ૧લી ઓગસ્ટ,૨૦૧૯થી કોમ્પ્યુટર ઓ લેવલ હાર્ડવેરના ફ્રી તાલીમ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું

    કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, સુરત દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ૧૨ પાસ કે તેથી વધુ અભ્યાસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે તા.૦૧/૦૭/૨૦૧૯ થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેના ૧૧ માસના નિ:શુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

    ઉપરાંત, આગામી ૧લી જુલાઈના રોજ ૧૨ માસના કોમ્પ્યુટર ઓ લેવલ સોફ્ટવેર અને અને ૧લી ઓગસ્ટ,૨૦૧૯થી કોમ્પ્યુટર ઓ લેવલ હાર્ડવેરના ફ્રી તાલીમ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    આ તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છતાં રસ ધરાવતા અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓએ તા.૨૪/૦૬/૨૦૧૯ના સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, એ.વી.ટી.એસ.બિલ્ડીંગ, આઈ.ટી.આઈ. મજૂરા કેમ્પસ, સુરત ખાતે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે લિંક થયેલી બેંકની પાસબુક, બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રૂબરૂ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

    તાલીમ વર્ગ માટે વય ૧૮થી ૩૦ વર્ષની વયના ઉમેદવારો પ્રવેશપાત્ર છે. પસંદગી પામેલા ઉમેદવારોને રૂ.૧૦૦૦ નું સ્ટાઇપેંડ તેમજ નિ:શુલ્ક પુસ્તકો આપવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર