Home /News /south-gujarat /સુરત : સ્મીમેરમાં દાખલ રત્નકલાકારનો વીડિયો Viral, 'કઇક કરો નહીંતર હું અહીંયા જ મરી જઈશ'

સુરત : સ્મીમેરમાં દાખલ રત્નકલાકારનો વીડિયો Viral, 'કઇક કરો નહીંતર હું અહીંયા જ મરી જઈશ'

વીડિયો વાયરલ થયા બાદ હાહાકાર મચી ગયો છે.

કોરોના પોઝિટિવ રત્નકલાકારે પોતાના ભાઈ કરેલો ફોન અને સોશિયલ મીડિયામાં વહેતો કરેલો વીડિયો વાયરલ, જોકે, વીડિયો ક્યારનો છે તેના વિશે કોઈ માહિતી નથી.

સુરત : સુરત પાલિકા સંચાલિત સ્મીમેર (surat smmimer covid hospital) હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત (Patients of coronavirus) એક રત્નકલાકારનો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રત્નકલાકારે તેના ભાઈને આ બાબતે તમામ હકીકત જણાવી હોવાનો ઑડિયો પણ વાયરલ થયો છે. જોકે, વીડિયો વાયરલ હોવાના કારણે દર્દી ક્યારે દાખલ થયા હતા અને તેમણે કરેલા આક્જષેપો સાચા છે કે નહીં તે જાણી શકાતું નથી. આ વીડિયોમાં દર્દી કહે છે કે 'અહીં મને કોઈ પૂછવા પણ નથી આવતું. ડૉક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે. મુંઝારો થાય તેવું કહીએ તો ઉંઘા સૂઈ જવાનું કહે છે. કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ'. રત્નકલાકારનો (surar corona patient viral video) આ વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ તે ક્યારનો છે તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી. જોકે, તેણે પોતાના ભાઈ સાથે કરેલી કથિત વાતચીતના અંશો પણ ઑડિયો સ્વરૂપે વાયરલ થયા છે.

પત્ની અને સંતાનો વતનમાં હોવાથી ભાઈ મદદ કરે છે

આ બનાવની વિગત એવી છે કે સુરતના  પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહે છે. મૂળ અમરેલી બોરડીગામના વતની છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. હાલ તેમની પત્ની અને એક પુત્ર તેમજ પુત્રી વતનમાં છે. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરે છે. તેમણે ત્રણ દિવસ દરમિયાન તેમને દાખલ કર્યા હોવાની વચ્ચે કોઈ સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ વીડિયોના કારણે મોટો આક્ષેપ લાગ્યો છે. જો ખરેખર આ વીડિયો હોય તો લાલિયા વાડીના પુરાવા સમાન ગણી શકાય તેમ છે.

આ પણ વાંચો :    સુરત : 24 કલાકમાં Corona વધુ 298 વ્યક્તિને ચોંટ્યો, 21 લોકોનાં મોતથી ચિંતામાં વધારોહરસુખભાઈએ સ્મીમેર દાખલ થયાના ત્રણ દિવસે નાનાભાઈ હરીને ફોન કર્યો તેના અંશો

હરસુખઃ એમ જ પડ્યો છું અહીં.
હરીઃ કેમ કોઈ આવતું નથી
હરસુખઃ કોઈ ન આવે. નર્સ આવે તો દવા દઈ જતી રહે છે. આપણે એમ કહીએ કે મુંઝારો થાય છે તો ઓક્સિજન ફૂલ કરી જતા રહે છે.
હરીઃ બરાબર, કેટલા ત્રણ દિવસ થયાને, હું બાપુજીને દવાખાને લઈને હતો એટલે આવી શકાયું નથી.
હરસુખઃ ત્રણ દિવસ થયા, બહું કહીએ તો કહે કે ઉંધા સૂઈ જાવ, ત્રણ-ચાર દિવસથી તો મારા ખાટલા નીચે મળ પડ્યું છે. કોઈ સાફ કરવા નથી આવતું.
હરીઃ હા
હરસુખઃ ન પાણી મળે, ન ખાવા મળે
હરીઃ ખાવાનું તો મે હમણા સંકેતને લઈને મોકલ્યો હતો. ના પાડી કે ઘરેથી કંઈ દેવાનું નથી એટલે પાછો આવ્યો.
હરસુખઃ તે બિચારો આખો દિવસ બેઠો, તેને ઉપર ન દેવા આવવા દે, ન વોચમેન દેવા આવે, મરચી જેવું શાક આપ્યા કરે છે, જેથી પેટમાં લાય બળે છે.

આ પણ વાંચો :

સુરતમાં રેકોર્ડબ્રેક 298 કેસ પોઝિટિવ 24 કલાકમાં 21 દર્દીનાં મોત

સુરતમાં કોરોનાના દર્દી (Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 298 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 255 જયારે ગ્રામીણ વિસ્તારમાં 73 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 10872 પર પહોંચી છે, જયારે આજે 21 લોકોના કોરોનાથી (Surat corona deaths) મોત સાથે મરણ આંક 483  પર પહોંચ્યો છે, તેવામાં આજે 141 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે(ન્યૂઝ 18 ગુજરાતી વીડિયો વાયરલ હોવાથી તેના સમય તેમજ વીડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોની પુષ્ટી કરતું નથી)
First published:

Tags: Covid 19 in surat, Diamond worker, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો