સુરતમાં ફરી એકવાર પિતા વગરની 300 દીકરીનાં લગ્ન કરાવાશે

News18 Gujarati
Updated: October 7, 2019, 9:01 AM IST
સુરતમાં ફરી એકવાર પિતા વગરની 300 દીકરીનાં લગ્ન કરાવાશે
સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ દ્વારા આયોજન

મહેશ સવાણી અને કીરણ જેમ્સ દ્વારા આગામી 21 અને 22 ડિસેમ્બરના રોજ કરાવવામાં આવશે દીકરીઓના લગ્ન, પાંચ દીકરી મુસ્લિમ હોવાથી નિકાહ કરાવાશે.

  • Share this:
પ્રગ્નેશ વ્યાસ, સુરત : છેલ્લા આઠ વર્ષથી સવાણી ગ્રુપ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના સ્વપ્નરૂપી લગ્ન ધામધૂમથી કરાવતું આવ્યું છે. જેમાં દર વર્ષે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને દત્તક લઇ તેમના લગ્ન અંગેની સઘળી જવાબદારી નિભાવે છે.

આ વર્ષે કિરણ જેમ્સે પણ દીકરીઓ દત્તક લીધી છે, આ વર્ષે 300 દીકરીઓના લગ્ન 21 અને 22 ડિસેમ્બરના રોજ પાનેતર શિર્ષક હેઠળ યોજાનારા છે. આ લગ્નને લઈ રવિવારે 300 દીકરીઓને તેમની મનપસંદ વસ્તુઓનું કરિયાવર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાંચ મુસ્લિમ દીકરીના નિકાહ પણ કરાવવા આવશે.

લગ્ન સમયે પિતા તરફથી દીકરીને આપવામાં આવતી અમૂલ્ય ભેટ એટલે કરિયાવર. દરેક દીકરીની ઈચ્છા હોય છે કે તેના પિતા તેને કરિયાવરમાં મનગમતી વસ્તુઓ આપે. કોઈ દીકરીને પોતાના પીતા ન હોવાનું દુઃખ ન રહે તે માટે પી પી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ દ્વારા દરેક દીકરીઓને હેન્ડલુમ, વાસણ, ઇલેક્ટ્રોનિક, ફર્નિચર જેવી અનેક જીવન જરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવી છે.આ કર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી દરેક દીકરીને કરિયાવર આપી આશીર્વાદ પણ આપ્યા હતા. આ તમામ દીકરીઓના લગ્ન આગામી ડિસેમ્બર માસમાં યોજાશે. આ પ્રસંગે તમામ દીકરીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
First published: October 7, 2019
વધુ વાંચો
अगली ख़बर