Home /News /south-gujarat /

Live in Relationship : સુરતમાં યુવતીને લીવ ઈનમાં રહેવાનો કડવો અનુભવ થયો, પરિણીત પુરૂષે કર્યુ એવું કે મામલો પહોંચ્યો પોલીસમાં

Live in Relationship : સુરતમાં યુવતીને લીવ ઈનમાં રહેવાનો કડવો અનુભવ થયો, પરિણીત પુરૂષે કર્યુ એવું કે મામલો પહોંચ્યો પોલીસમાં

યુપતીએ સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

Surat News : સુરતના સરથાણા વિસ્તારનો કિસ્સો, યુવતીએ જે યુવત સાથે લીવ ઈન સંબંધો રાખ્યા હતા તે પરિણીત હોવાની વાત છૂપાવી હોવાનો આક્ષેપ, પછી જે થયું તે યુવતીઓ માટે ચેતવણીરૂપ સમાન છે.

સુરત : સુરતના સરથાણા (Sarthana Surat) વિસ્તારમાં એક યુવક પરિણીત હોવા (Married Man) છતાં પણ એક યુવતી (Girl) સાથે લિવ ઇનમાં રિલેશનશિપમાં રહેતો (Live In Relationship ) હતો જોકે યુવક પ્રેમિકા (Lover) સાથે પત્ની સાથે પણ સંબંધ રાખતો હોવાને લઈને પ્રેમિકા અને તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. જેને લઈને આ યુવક પ્રેમિકાનો પાછળ પીછો કરતો હતો અને એક દિવસ તે અટકાવી તેની પાસે અઘટિત માંગણી કરી હતી જેને લઇને પ્રેમિકાએ સરથાણા પોલીસ મથકમાં (Sarthana Police)  ફરિયાદ નોંધાવી છે

સુરતમાં સતત મહિલા અત્યાચારની ફરિયાદ માં વધારો થઈ રહ્યો છે તેમાં પણ પ્રેમ પ્રકરણને લઇને થતા વિવાદો સૌથી વધુ પોલીસ મથકે પહોંચી રહ્યા છે, ત્યારે વધુ એક ફરિયાદ પોલીસ મથકે પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

પત્ની સાથે પણ સંબંધ રાખતો હતો

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતો જનક ઠાકરશીભાઈ ગેવરીયા છેલ્લા બે વર્ષ અગાઉ એક યુવતી સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતો હતો. આ યુવતી સાથે લીવ-ઈનમાં રહ્યાં બાદ આ યુવતીને ખબર પડી હતી કે તેનો પ્રેમી જનક દેવરીયા તેની સાથે સંબંધ રાખવા સાથે સાથે તેની પત્ની સાથે પણ સંબંધ રાખતો હતો જેને લઇને પ્રેમિકા એ યુવક સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.



આ પણ વાંચો :Ahmedabad : ડૉક્ટર યુવતીને સંબંધોમાં થયો કડવો અનુભવ, સાથી ડૉક્ટરે લગ્નની લાલચે બાંધ્યો અવારનવાર શારીરિક સંબંધ અને પછી...

સંબંધ તોડી નાખ્યા બાદ...

સંબંધ તોડી નાખતા યુવતી અને યુવક એકબીજાથી છૂટા પડી ગયા હતા. જોકે આયુ યુવતીને પસંદ કરતો હોવાને લઈને તેની બહેનપણીના ઘરે મેંદીનું કામ કરતી હતી જેને લઇને તે બહાર જતી હતી તે દરમિયાન યુવક  જનક ઘેવરીયા એ આ યુવતીનો પીછો કરી કરતો તથા ઘરની આસપાસ આંટાફેરા મારી હેરાન-પરેશાન કરતો હતો.







જાતિય સુખની માંગણી કરી...

આ સાથે જ એક દિવસ મોપેડ પર જતી વખતે યુવતી ને રોકીને જનકે જાતિય સુખ માંગણી કરી હતી જેથી યુવતીએ રાડો પાડવાની શરૂઆત કરતા આસપાસથી લોકોને એકઠા કરી દીધા હતાં. બાદમાં સરથાણા પોલીસમાં મથકમાં જનક ઘેવરિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે છેડતી સહિતની કલમનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, સુરત, સુરતના સમાચાર

આગામી સમાચાર