Home /News /south-gujarat /

Surat News: જોબવર્ક કરતા લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર ત્રણ પૈકી એક વેપારી ઝડપાયો

Surat News: જોબવર્ક કરતા લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર ત્રણ પૈકી એક વેપારી ઝડપાયો

આરોપી વેપારી

Surat fraud case: ટેક્સટાઈલ ઉદ્યોગમાં લાંબા સમયથી જોબવર્કનું (jobwork) કામ કરાવ્યા બાદ રૂપિયા આપી છેતરપિંડી (fraud complaint) કરતા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી છે.

સુરતઃ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના નામે ઓળખાય છે ત્યારે ટેક્સટાઈલ ઉદ્યોગમાં લાંબા સમયથી જોબવર્કનું (jobwork) કામ કરાવ્યા બાદ રૂપિયા આપી છેતરપિંડી (fraud complaint) કરતા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી છે. જોકે આ મામલે થોડા સમય પહેલાં જ સલાબતપુરા પોલીસ સ્ટેશનના (salabatpura police station) તમામ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારે આ જ પ્રકારે છેતરપિંડી કરતા એક વેપારીની રૂપિયા ચૂકવતા પહેલા દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો ત્રણ વેપારી પૈકી એક વેપારીને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પકડાયેલા આરોપી તેના બે સાગરીતો સાથે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ચૂનો જોબ કરતા લોકોને ચોપડા હોવાની વિગતો સામે આવતાં પોલીસ આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

સુરત  સિલ્ક  સિટી તરીકે જાણીતું છે નો સૌથી મોટો ટેક્સટાઇલ ઉધોગ સુરત માં આવેલો છે ત્યારે આ ઉદ્યોગમાં છેતરપિંડી અને ઠગાઇની ઘટનાઓ સતત સામે આવી રહી છે ટેક્સટાઇલ માર્કેટમાં કેટલાક વેપારીઓ દુકાન ખોલીને નાના લોકો પાસે કામ કરાવી લાખો રૂપિયાનો ચૂનો ચોપડી દુકાન બંધ કરી ફરાર થઈ જવાની સતત ફરિયાદો સુરત પોલીસને મળતી આવી રહી છે.

જોકે આ મામલામાં પોલીસે કોઇ કાર્યવાહી ન કરી સેટિંગ કરતા હોવાને લઈને થોડા દિવસ પહેલા ગૃહખાતા અને સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મોટા પ્રમાણમાં બદલી કરવામાં આવી હતી.જોકે આ જ પ્રકારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા નિતીન ભાઈ નારોલા અલગ અલગ વેપારીઓ પાસેથી સાડીઓ પોતાના ઘરે લઇ જઇ બજરંગ ફેશનના નામથી સાડીઓ ઉપર જોબવર્કનુ કામકાજ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

આ પણ વાંચોઃ-Vadodara news: શિક્ષિકાના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો, ઘટનાના 3 દિવસ પહેલા મિત્રએ 40 વખત ફોન કર્યા હતા

પણ થોડા સમય પહેલા કાપડ માર્કેટમાં સીલ્ક બ્રાઇડલ નામની પેઢી ધરાવતા અક્રરમ મોહમદ ઉર્ફે સલમાન સફી આઝમ અબ્દુલ્લા માંકડા જાવાદ ઉર્ફે રાજુભાઇ જાકીર નુરાની પાસેથી નીતિનભાઈ જોબવર્ક માટે સાડીઓ લાવ્યા હતા અને ઘરનું કામ કરી અવાજ સાડીઓ પરત કરી હતી પણ આ ત્રણે વેપારીઓએ નીતિનભાઈ ના રૂપિયા આપી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.

જોકે નીતિનભાઈ જેવા અન્ય કેટલાક લોકોના પૈસા આપવા પડે તે માટે દુકાન બંધ કરતા તેમના વિરુધ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નીતિનભાઈ જેવા ત્રણ જેટલા વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ થયા બાદ આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે છેલ્લા લાંબા સમયથી ફરાર હતા ત્યારે આ ત્રણ વેપારી દુકાન બંધ કરી ફરાર થઈ જતા પોલીસે તમામની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-surat news: કિશોરીને ઘરે બોલાવી માતાએ પુત્ર સાથે રુમમાં મોકલી, પુત્રએ આચર્યું દુષ્કર્મ, માતા-પુત્રની ધરપકડ

ત્યારે પોલીસને મોબાઈલ નંબરની કોલ ડીટેઇલ એનાલીસીસ કરી ટેકનીકલ સોર્સથી આરોપી આઝમ અબ્દુલ્લા માંકડાનાનું લોકેશન ટ્રેસ કરતા આરોપીનુ લોકેશન બોમ્બે ખાતેનુ હોવાનુ જાણવા મળતા પોલીસ ટીમ મોકલી સદરી આરોપીને બોમ્બે ખાતેથી પકડી લાવી ઉપરોક્ત ગુનાના કામે ડીટેઇન કરવામા આવેલ  વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરતાં ત્રણ વેપારીઓ વિરુદ્ધ સુરતના સેલમાં 19 જેટલી ફરિયાદો આવી હતી.

જેમાં ત્રણ વેપારીઓની મળી રૃપિયા 2 કરોડ કરતાં વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના અન્ય સાગરિતો ને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Fraud News, Gujarati news, Surat news

આગામી સમાચાર