બારડોલીની આ આશ્રમ શાળાનું છેલ્લા પાંચ વર્ષથી આવે છે 100% પરિણામ

News18 Gujarati
Updated: May 21, 2019, 12:28 PM IST
બારડોલીની આ આશ્રમ શાળાનું છેલ્લા પાંચ વર્ષથી આવે છે 100% પરિણામ
ફાઇલ તસવીર

સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર વલ્લભ ભાઈ પટેલ પ્રેરિત સરદાર કન્યા છાત્રાલયનું ધોરણ ૧૦નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું .

  • Share this:
કેતન પટેલ, બારડોલીઃ સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર વલ્લભ ભાઈ પટેલ પ્રેરિત સરદાર કન્યા છાત્રાલયનું ધોરણ ૧૦નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું . ૫૩ વર્ષ પહેલા શરૂ થયેલી આશ્રમ શાળામાં સ્લમ વિસ્તારની બાળાઓને અભ્યાસ કરાવવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષથી સો ટકા પરિણામ આવી રહ્યું છે.

ધોરણ ૧૦નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો ગેલમાં આવ્યા હતા . સરદાર પટેલના નિવાસ્થાન કેમ્પસમાં આવેલી આ આશ્રમ શાળા સરદાર પટેલ કન્યા છાત્રાલય ઉત્તરબુનિયાદી નામથી ઓળખાય છે. અને ૧૯૬૬ની સાલમાં કાકા સાહેબ કાલેલકરએ ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યારથી સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ એવા વિદ્યાર્થીઓ કે આદિવાસી વિસ્તાર હોય કે સ્લમ વિસ્તારની બાળાઓને અહીં છાત્રાલયમાં અભ્યાસ કરાવવામાં આવે છે . અભ્યાસની ફલશ્રુતિ રૂપ આ વર્ષે ૧૦૦ ટકા પરિણામ છાત્રાલય નું આવ્યું છે.

બારડોલી નગરના મધ્યમાં અને રમણીય વાતાવરણમાં વિના ડોનેશન અને ટ્યૂશનની પળોજણ વગર બાળાઓ અભ્યાસ કરે છે. અને છાત્રાલય દ્વારા પુરતું ધ્યાન રાખવામાં છે. ધોરણ ૧૦ના પરિણામની વાત કરી એ તો છાત્રાલયમાં આ વર્ષે કુલ 55 વિદ્યાર્થીનીઓ એ પરીક્ષા આપી હતી. ૧૦૦ ટકા પરિણામ સાથે 55માંથી એ ટુ ગ્રેડમાં 5, બી - 1માં 10 અને બી - 2માં 33 બાળાઓ ઉત્તીર્ણ થઈ હતી . જે પૈકી પિંકલ કે જે શ્રમજીવી પરિવારમાંથી અભ્યાસ માટે આવી હતી. જે છાત્રાલયમાં 84 ટકા સાથે પ્રથમ આવી છે.

ધોરણ 10નું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરોઃ-

છાત્રાલયમાં વિવિધ પ્રકારની જીવન ઘડતર, રેંટિયો પર કાંતણ જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. જેથી અભ્યાસની સાથે વિદ્યાર્થીનીઓ કલામાં નિપુણ પણ બની રહી છે. જેના મહેનતના ભાગ રૂપે સો ટકા પરિણામ આ વર્ષે જ નહીં પરંતુ 5 વર્ષથી સતત સો ટકા પરિણામ આવી રહ્યું છે. આવી કેટલીયે બાળાઓનું આ છાત્રાલયમાં વિના ટ્યૂશન એ ઉજવ્વળ ભવિષ્ય બની રહ્યું છે.
First published: May 21, 2019, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading