ચિરાયુ અમીન જૂથ દ્વારા સમરજીત ગાયકવાડને હટાવવાની માગ

VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 5:45 PM IST
ચિરાયુ અમીન જૂથ દ્વારા સમરજીત ગાયકવાડને હટાવવાની માગ
અમદાવાદઃ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદેથી સમરજીત ગાયકવાડને હટાવવાની માગ સાથે ચિરાયુ અમીન જૂથ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે બંને પક્ષોને આદેશ કર્યો છે કે, યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે.આ કેસની વધુ સુનાવણી 10 જાન્યુઆરીએ હાથ ધરાશે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 5:45 PM IST
અમદાવાદઃ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદેથી સમરજીત ગાયકવાડને હટાવવાની માગ સાથે ચિરાયુ અમીન જૂથ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે બંને પક્ષોને આદેશ કર્યો છે કે, યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે.આ કેસની વધુ સુનાવણી 10 જાન્યુઆરીએ હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં ચિરાયુ અમીન જૂથના વકીલની રજૂઆત હતી કે ભૂતકાળમાં બરોડાના જોઈંટ ચેરિટી કમિશનરે સમરજીત ગાયકવાડની તરફેણમાં જે આદેશ કર્યો હતો તેના પર રોક લગાવો.આ ઉપરાંત એ પણ રજૂઆત હતી કે સમરજીત ગાયકવાડ છેલ્લા નવ વર્ષથી બીસીસીઆઈના ઓફિસ બેરિયર તરીકે કામ કર્યુ છે તેથી તેઓ બીસીએના પ્રમુખ પદે રહી શકે નહીં.

બીજી તરફ સમરજીત ગાયકવાડની રજૂઆત હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બીસીએમાં જીતેન્દ્ર પટેલ અને અન્ય સભ્યો વય મર્યાદાના લીધે રહી શકે નહીં.મહત્વનુ છે કે બરોડાના જોઈંટ ચેરિટી કમિશનરના આદેશ પહેલાં મેનેજિંગ કમિટી દ્વારા બીસીએનુ સંચાલન થતુ હતુ.ભૂતકાળમાં બરોડાના જોઈંટ ચેરિટી
કમિશનરનો આદેશ હતો કે સમરજીત ગાયકવાડને બીસીએના પ્રમુખ તરીકે કામ કરતા મેનેજિંગ કમિટી દ્વારા અટકાવવામાં આવે નહીં.
First published: January 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर