સુરતની સેવાને છે સલામ : 68 દિવસમાં 3.37 કરોડ લોકોને તંત્ર અને એનજીઓએ ભોજન આપ્યું!


Updated: June 3, 2020, 12:01 AM IST
સુરતની સેવાને છે સલામ  : 68 દિવસમાં 3.37 કરોડ લોકોને તંત્ર અને એનજીઓએ ભોજન આપ્યું!
વિવિધ એનજીઓ, દાતાઓ પણ વ્યવસ્થા ઊભી કરવામાં થાકી ગયા હતા પરંતુ કેટલાંક ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા છેક 31 મે સુધી જરૂરિયાતમંદોને ફૂડ પેકેટની વ્યવસ્થા ઊભી કરી હતી

વિવિધ એનજીઓ, દાતાઓ પણ વ્યવસ્થા ઊભી કરવામાં થાકી ગયા હતા પરંતુ કેટલાંક ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા છેક 31 મે સુધી જરૂરિયાતમંદોને ફૂડ પેકેટની વ્યવસ્થા ઊભી કરી હતી

  • Share this:
સુરત : 25 માર્ચ લોકડાઉન 1થી 31 મે લોકડાઉન-4 સુધી શહેરમાં સુરત મનપા અને શહેરના વિવિધ દાતા, ટ્રસ્ટો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરમાં કુલ 3.37 કરોડ લોકો માટે ફૂડપેકેટની વ્યવસ્થા કરી હતી. શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તંત્ર અને વિવિધ એનજીઓ દ્વારા ઊભી કરવામાં આવેલ આ ફૂડ વ્યવસ્થાએ ખુબ જ મહત્વનો ભાવ ભજવ્યો છે.

કુલ 67 દિવસના ચાર તબક્કાના લોકડાઉન બાદ આજથી તમામ એનજીઓ દ્વારા ફૂડ વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. નિયમિત રીતે ગરીબો અને જરૂરિયાતમંદો દ્વારા ફૂડ વ્યવસ્થા 365 દિવસ શરૂ રાખનાર છાંયડો, ભૂખ્યાને ભોજન, સહસ્ત્રફણા ટ્રસ્ટ, મીની વીરપુર ટ્રસ્ટ, અન્નપુર્ણા ભોજનાલઇ વગેરે જેવી સંસ્થાઓ દ્વારા આજે પણ પોતાની નિયમિત કામગીરી ચાલુ રાખી હતી અને મનપા દ્વારા જા કોઇ જરૂર પડે તો તે જગ્યાએ આ વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા આપવાની તૈયારી બતાવવામાં આવી છે.

મનપાના આંકડા મુજબ આજે સત્તાવાર વિવિધ એનજીઓ દ્વારા માત્ર 1039 લોકોને ફૂડપેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો પણ આજે છેલ્લો દિવસ હતો. નોંધનીય છે કે, લોકડાઉન-1ના અંત અને લોકડાઉન-2 દરમિયાન શહેરમાં ફૂડ પેકેટોની સંખ્યા 10 લાખથી પણ વધી ગઇ હતી. વિવિધ એનજીઓ, દાતાઓ પણ વ્યવસ્થા ઊભી કરવામાં થાકી ગયા હતા પરંતુ કેટલાંક ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા છેક 31 મે સુધી જરૂરિયાતમંદોને ફૂડ પેકેટની વ્યવસ્થા ઊભી કરી હતી. જાકે, લોકડાઉન-3માં પરપ્રાંતીય શ્રમિકોને વતન જવાની તબક્કાવાર મંજૂરી બાદ ભોજન વ્યવસ્થાના ભારમાં ક્રમશઃ ઘટાડો થઈ ગયો.મનપા દ્વારા ગત 24મે થી જ અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાંથી ઊભી કરાયેલ ફૂડ વ્યવસ્થા જરૂર ન હોવાથી બંધ કરવામાં આવી હતી અને તેના એક અઠવાડિયા પૂર્વેથી તમામ 16 કોમ્યુનિટી કિચનો પણ બંધ કરી દેવાયા હતા. એટલે કે 24 મે બાદ શહેરમાં મનપાએ સંકલન કરી વિવિધ ટ્રસ્ટોની મદદથી જ જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા ઊભી કરી હતી. આજથી વર્ષના 365 દિવસ ગરીબો અને જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા ઊભી કરનાર કેટલીક સંસ્થાઓ સિવાય તમામ સંસ્થા, ટ્રસ્ટોએ ફૂડ પેકેટની વ્યવસ્થા બંધ કરી છે.

શહેરમાં આર્થિક ગતિવિધિ શરૂ થઇ ગઇ છે, અને ભોજન વ્યવસ્થાનો ભાર પણ તબક્કાવાર ઘણો ઓછો થઇ ગયો હોવાથી હવે ફૂડ વ્યવસ્થા બંધ કરવાથી શહેરમાં કોઇ તકલીફ ઊભી થાય તેવી સ્થિતિ નથી. શહેરમાં અનેક એવી સંસ્થાઓ હતી કે એકલા હાથે 50 હજાર જેટલા લોકોના પેટ ભરતા હતા. જેથી જો સુરત શહેરમાં આવી સંસ્થાઓ ન હોતે તે પ્રશાસને એક સાથે 10 લાખ લોકોનું પેટ ભરવાની ચેલેન્જ ખુબજ મોટી હતી.
First published: June 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading