પ્રામાણિકતા: સુરતનાં સેલ્સમેનને રસ્તા પરથી મળ્યાં 10 લાખ રૂપિયા, કર્યા પરત

News18 Gujarati
Updated: March 19, 2019, 8:00 AM IST
પ્રામાણિકતા: સુરતનાં સેલ્સમેનને રસ્તા પરથી મળ્યાં 10 લાખ રૂપિયા, કર્યા પરત
સુરતમાં એક બિરદાવવા લાયક કિસ્સો સામે આવ્યો છે.

દીકરીના લગ્નની મૂડી રૂપિયા 10 લાખ ખેડૂતને મળ્યાં પાછા.

  • Share this:
સુરત: હાલ લોકો થોડા જ રૂપિયાઓ માટે એકબીજાની હત્યા કરતાં અચકાતા નથી ત્યારે સુરતમાં એક બિરદાવવા લાયક કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં વેસુ સૂડા આવાસમાં રહેતા બિહારી યુવાને પ્રામાણિકતા કેળવીને એક વ્યક્તિનાં 10 લાખ રૂપિયા પરત કર્યાં છે.

ચાર દિવસ પહેલા પારલે પોઇન્ટ નજીક રસ્તા પરથી મળેલા 10 લાખ રૂપિયાની રોકડ કામરેજનાં ખેડૂત પરિવારને પાછા આપી દીધા હતાં. મૂળ બિહારનાં દિલીપ પોદાર સૂડા આવાસમાં રહે છે. પારલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સાડીના શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. દિલીપ 15મી તારીખે ઘરેથી જમીને શોરૂમ પર જઈ રહ્યો હતો તે સમયે જ પારલે પોઇન્ટ નજીક બ્રિજ નીચેથી તેને એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં રોકડા 10 લાખ રૂપિયા હતા.

આ પણ વાંચો:  મુકેશ અંબાણીએ એરિક્સન ચૂકવણીના મામલામાં કરી મદદ, અનિલ અંબાણીએ માન્યો આભાર

જે બાદ ઉમરા પોલીસ દિલીપને શોધી કઢાયો હતો. દિલીપને પોલીસ પર શંકા ગઇ હતી ખરાઈ કરવા આઈકાર્ડ માંગીને પહેલા ખરાઈ કરી હતી. આ પછી જ દિલીપે 10 લાખ રૂપિય પોલીસને આપી મૂળ માલિકને શોધી કાઢવા અપીલ કરી હતી. દિલીપ કાંઇ ઘણો શ્રીમંત ન હતો તેના બે બાળકોના ભણતર માટેની લોન ચાલતી હતી. તે ઇચ્છત તો તે રૂપિયા તે લઇ શકતો હતો પરંતુ તેણે તેમ ન કરીને ઇમાનદારીનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલના વિરોધમાં યુવાનો રસ્તા પર ઉતર્યા, અમદાવાદમાં પૂતળાદહન કરાયું

પોલીસે તપાસ શરૂ કરતાં રૂપિયા જ્યાંથી મળ્યા હતા તે વિસ્તારના કેમેરા ચેક કરતા એક કારનો નંબર મળી આવ્યો હતો. તેના આધારે બે દિવસ બાદ કામેરજ, વાવના ખેડૂત પરિવારને શોધી કઢાયો હતો. પુત્રીના લગ્ન હતા જેથી પરિવારની મહિલા રૂપિયા લઈ દાગીના ખરીદવા સુરત આવી હતી. જ્વેલર્સ પાસે પહોંચ્યા બાદ તેમને રૂપિયા ખોવાયા હોવાની જાણ થઈ હતી. ત્રણ દિવસ બાદ રૂપિયા મળી આવતા પરિવારે રાહત અનુભવી હતી. તેમને દિલીપ અને ઉમરા પોલીસને એક-એક લાખનું ઇનામ આપ્યું હતું. પરંતુ પોલીસે પણ દિલીપની ઇમાનદારીને બિરદાવીને પોતાના ઇનામની રકમ પણ દિલીપને આપી હતી.
First published: March 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading