Home /News /south-gujarat /

'Coronaથી ડરશો નહીં, પહેલા પોલીયો, અછબડા પણ ગંભીર બીમારી ગણાતા - બસ થોડી તકેદારી રાખો'

'Coronaથી ડરશો નહીં, પહેલા પોલીયો, અછબડા પણ ગંભીર બીમારી ગણાતા - બસ થોડી તકેદારી રાખો'

સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની (ફાઈલ ફોટો)

સુરત શહેરની બહારથી આવેલા મંજુરોએ ૧૪ દિવસ હોમ કવોરેન્ટાઇનનું પાલન કરવાનું રહશે. માસ્ક પહેરવા સાથે ૧.૫૦ મીટરનું સોશ્યલ ડીસ્ટન્સ પાળવુ ખબુ જરૂરી

સુરત : શહેરના લોકોએ પ્લેગની આફતનો સામનો કર્યો છે. પરીણામે કોરોનાની મહામારી સમયે લોકો માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે. પરંતુ શોશ્યલ ડિસ્ટન્સનું પાલન હજુ સુધી ચોક્કસ રીતે થઇ રહ્યું નથી. જો સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે પાલન કરવામાં આવે તો કોરોનાને માત આપી શકાય તેમ છે. એક સમયે પોલીયો અને અછબડા ગંભીર બિમારી કહેવાતી હતી. હાલ આ બિમારીને લોકો સામાન્ય ગણે છે. અેજરીતે કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવાની જરૂર છે.

મ્યુ કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, સુરત શહેરમાં રીકવરી રેટ ૬૮.૦૪ ટકા નોધાયા છે. જે દેશના અન્ય શહેરો કરતા ખુબ સારો છે. ભુતકાળમાં શહેરીજનોએ પ્લેગની આફતનો સામનો કર્યો છે. પ્લેગ બાદ શહેરમાં માસ્ક પહેરવાનું ચલણ વધ્યુ હતું. પ્લેગના અનુભવના કારણે હાલ મોટાભાગના લોકો માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે. પરંતુ શોશ્યલ‌ ડિસ્ટન્શનો અભાવ જોવા મ‍ળી રહ્યો છે. ભુતકાળમાં પોલીયો અને અછબડા એક ગંભીર બિમારી કહેવાતી હતી. લોકોનું આરોગ્ય પણ જોખમાયું હતું. હાલ પોલીયો અને અછબડા એક સામાન્ય બિમારી માનવામાં આવી રહી છે. ત્યારે હવે કોરોનાથી લોકોને ડરવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવાની જરૂર છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, માસ્ક પહેરવા સાથે ૧.૫૦ મીટરનું સોશ્યલ ડીસ્ટન્સ પાળવુ ખબુ જરૂરી છે. પરંતુ હાલ શોશ્યલ ડીસ્ટન્શ પાલન ચુસ્તરીતે થતું નથી. કોરોના જેવી આફતને માત આપવા માટે એક-બીજા વચ્ચે અંતર જાળવવાની આડત પાડવી પડશે. પ્લેગ વખતે વારંવાર હાથ ધોવાની જરૂર નહોતી. પરંતુ હાલના સમેય કોરોના વાયરસના સંક્રમણને કારણે હાથ ધોવાની ખુબ જરૂર છે. એક વ્ય‌િક્ત દિવસમાં ૯૦ વખત પોતાનો હાથ મોઢા પર લઇ જતો હશે. વારંવાર હાથ ધોવાથી સંક્રમણને અટકાવી શકાય તેમ છે. હજુ સુધી કોરોનાની દવા મળી નથી. પરીણામે જયા સુધી દવા નહી મળે ત્યા સુધી લોકોએ તકેદારી રાખવી જરૂરી છે.

બહારથી આવનાર મજુરો કે અન્યોએ 14 દિવસ કોરેન્ટાઇન રહેવું પડેશે
સુરત શહેરની બહારથી આવેલા મંજુરોએ ૧૪ દિવસ હોમ કવોરેન્ટાઇનનું પાલન કરવાનું રહશે. અન્યથા જો તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.સરકારે જાહેર કરાયેલા લોકડાઉન ૪માં શહેરના કલસ્ટર સિવાયના અન્ય વિસ્તારોમાં કેટલીક પ્રવૃતિઓને છુટછાટ આપવામાં આવી છે. આ સાથે કેટલાક પ્રોજેકટોને પણ મંજુરી આપવામાં આવી છે. દરમિયાન લિંબાયત ઝોનના એક કોન્ટ્રાકટરે હરીયાણાના ભિવડી ખાતેથી એક મંજુરને કામ પર બોલાવ્યો હતો. ગત ૨૧મી મેના રોજ મજુર સુરત આવ્યો હતો. દરમિયાન તેનો રીપોર્ટ પોઝિટીવ આવતા મનપાનું તંત્ર દોડતું થઇ ગયું છે. મ્યુ કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ, શોપીગ સેન્ટર અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ બહારગામથી આવતા મંજુરોને ૧૪ દિવસ માટે ફરજીયાત હોમ કવોરેન્ટાઇન કરવાના રહશે. અન્યથા જો કોઇ મંજુરનો રીપોર્ટ પોઝિટીવ આવશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવી ચિમકી પણ તેમનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Surat coronavirus updates, Surat covid19, Surat Covidcases, Surat Municipal corporation

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन