સુરત : કોરોનાના કેસ વધતા હીરા બજારના સેફ વોલ્ટ બંધ કરવાનો નિર્ણય, 19મી સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

સુરત : કોરોનાના કેસ વધતા હીરા બજારના સેફ વોલ્ટ બંધ કરવાનો નિર્ણય, 19મી સુધી સ્વૈચ્છિક લૉકડાઉન
સરકારનું સંંપૂર્ણ લૉકડાઉનનું કોઈ આયોજન ન હોવાના કારણે નાગરિકો જાતે આગળ આવ્યા, સુરતમાં નવો નિર્ણય લેવાયો

20મી જુલાઈથી પણ બપોરે 4. કલાક જ કામકાજ શરૂ રાખવાનો નિર્ણય, સુરતમાં હીરાના એસોસિએશન દ્વારા પણ સ્વૈચ્છિક લૉકડાઉન આપવામાં આવ્યું

  • Share this:
સુરત  શહેરમાં કોરોના પોઝિટિવના કેસમાં (Surat coronavirus cases) સતત વધારો થઈ રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ હીરા ઉદ્યોગમાં ન જળવાતું હોવાથી થોડા સમયથી બજાર અને કારખાના બંધ રખાયા છે. જો કે, ગત 10મીથી હીરા બજાર ખોલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કડક ગાઈડલાઈન સાથે બજાર શરૂ કરવામાં આવી છે ત્યારે આજે વેપારીઓ અને જેમ એન્ડ જ્વેલરી દ્વારા હીરા બજારના સેફ સ્વૈચ્છિક (Safe deposit vaults of surat) રીતે આગામી 19મી સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.સેફ બંધ રહેતા (Volunterr lockdown in surat) હીરા બજારમાં પણ ચહલપહલ ઘટે અને હીરાના યુનિટો પણ બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

સુરતમાં કોરોના મહામારી વચ્ચે લાંબા ચાલેલા લોકડાઉન બાદ ડાયમંડ ઉધોગ સાહરુ થયો પણ જે રીતે સક્ર્મણ વધવા લાગ્યું હતું. જોકે અહીંયા કોરોના ગાઈડ લાઇન પાલન ન થતું હોવાના કારણા હીરા ઉધોગ (Diamond industry) બધી કરવામાં આવ્યો હતો. જોકે 10 તારીખે આ ઉધોગ ફરી શરૂ કરવામાં આવ્યો, પણ અહીંયા કોઈ ગાઈડ લાઇન પાલન થીતું નથી અને સતત કેસ વધી રહ્યા છે.આ પણ વાંચો :  અમરેલીમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 24 કલાકમાં 29 નવા કેસ, 3નાં મોત, જાણો ક્યા તાલુકામાં ફેલાયો વાયરસ

ત્યારે આજે સુરતના હીરા ઉધોગ ફરી લોકડાઉન ન આવે તે માટે  હીરા ઉદ્યોગકારો દ્વારા સ્વૈચ્છિક રીતે લેવાયેલા નિર્ણય મુજબ કોરોનાના અતિ સંક્રમણને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રીતે ઘેર રહેવાની ખાસ જરૂર છે. તેને પગલે માનગઢ 1 અને 2 તથા ચોક્સી બજાર સ્વૈચ્છિક રીતે તા 19/07/૨0૨0 સુધી બંધ રાખવાના છે. તેથી મીની હીરા બજારમાં આવેલા તમામ સેફ વોલ્ટ તા 19/7/2020 સુધી બંધ રહેશે.

આ પણ વાંચો :  સુરત : કોરોના બેકાબૂ બનતા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બજાર સ્વેૈચ્છિક લૉકડાઉન તરફ, મોટા નિર્ણયો લેવાયા

20/7/2020 સોમવારથી બપોરે 2 થી 6 સેફનું કામકાજ શરુ થશે.આથી તમામ સેફને જરૂરી નોટિસ બોર્ડમાં લખવા તથા SMSથી જાણ કરવા વિનંતી છે  આ સાથે સુરત નું ચોકસી બજાર 19 સુધી બંધ રાખવાનું બોર્ડ મારવામાં આવ્યું છે. જેમાં લખાયું છે કે કોરોનાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વેપારીઓ તથા હીરા દલાલ અને કારખાનેદારો સહયોગ આપે.
Published by:Jay Mishra
First published:July 13, 2020, 18:41 pm

ટૉપ ન્યૂઝ