Home /News /south-gujarat /

Sachin GIDC Gas Leak: છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા, સંદીપ ગુપ્તાની શોધખોળ ચાલુ

Sachin GIDC Gas Leak: છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા, સંદીપ ગુપ્તાની શોધખોળ ચાલુ

પકડાયેલા આરોપીઓની તસવીર

sachin gidc tacker leakage case update: આ દુર્ઘટનામાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. સુરત પોલીસે (sachin police) ભરુચ ખાતેથી ચાર આરોપીઓની ધરપકડ (accused arrested) કરી હતી.

  સુરતઃ સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં (sachin GIDC) ટેન્કર લીકની (Tenker Gas leak) દર્દનાક ઘટના બની હતી. જેમાં છ મજૂરોના મોત નીપજ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. સુરત પોલીસે (sachin police) ભરુચ ખાતેથી ચાર આરોપીઓની ધરપકડ (accused arrested) કરી હતી. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે (Surat Police Commissioner Ajay Kumar) પ્રેસકોન્ફર્સ કરીને કેસ અંગે વધુ માહિતી આપી હતી.

  મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા ફરાર, શોધખોળ ચાલુ
  ગુરુવારે સવારેના સુમારે સચિન જીઆઈડીસીમાં ઝેરી ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં છ લોકોના મોત થયા હતા. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓને ભરૂચ ખાતેથી પકડી પાડ્યા હતા. આ અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. અજય તોમરે જણાવ્યું હતું. સચિન જીઆઈડીસી ગેસ લિકેજ દુર્ઘટનાની તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીએને ભરૂચમાંથી પકડ્યા છે.

  આરોપીઓ વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરના રહેવાશી
  પકડાયેલા આરોપીઓના નામની વાત કરીએ તો આશિષ ગુપ્તા જે વડોદરાનો, પ્રેમ પ્રકાશ ગુપ્તા જે સચિનનો રહેવાશી છે અન્ય એક આરોપી ભરૂચ અને બીજો અંકલેશ્વરનો રહેવાસી છે. આ કેસનો મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા ફરાર છે. જેની શોધખોળ ચાલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેમિકલ મુંબઈ હેકલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું. સંગમ અનવારો વડોદરાની કંપની દ્વારા આ કેમિકલ લાવીને નિકાલ કરવાનું કામ કરે છે. આ કેસમાં વધુ તપાસ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ એક ટીમ મુંબઈ ખાતે મોકલી છે.

  ટેન્કર લીક થતાં છ મજૂરોના મોત થયા હતા
  શહેરની સચિન GIDCમાં ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત થયા છે. જ્યારે 8 લોકો વેન્ટિલેટર પર છે. ઝેરી કેમિકલ ઠાલવવામાપ્રકરણમાં સચિન વિસ્તારના સ્થાનિક તત્વોની સંડોવણી હોવાનું સામે આવી રહ્યુ છે. દહેજથી ઝેરી કેમિકલ ભરેલા ટેન્કર લાવીને ઢાલવવાનો કારસો ચાલતો હોવાનું પણ સામે આવી રહી છે.

  આ પણ વાંચોઃ-Ahmedabad news: સાધન સામગ્રી સાથે ચોરી કરવા આવેલા ત્રણ ઈસમોના પ્લાન પર પોલીસે ફેરવી દીધું પાણી

  ટેન્કર માલિકનું નામ આવ્યું સામે
  આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આ ટેન્કર ગુરવિંદર સિંહ નામના વ્યક્તિનું છે. આ ટેન્કર ખાલી કરવાનો કોન્ટ્રાક્ટ સંદિપ ગુપ્તાએ લીધો હોવાનું સામે આવી રહ્યુ છે. આ સંદિપ ગુપ્તાનો ઇતિહાસ પણ ગુનાઇત રહેલો છે.

  સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
  સુરત પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ઝેરી કેમિકલ ટેન્કર વડોદરાનું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસમાં પોલીસની એક ટિમ વડોદરા જવા રવાના થઇ છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

  આ પણ વાંચોઃ-Ahmedabad crime: પતિ, પત્ની ઔર વો! પતિએ અન્ય સ્ત્રી સાથેના ચેટિંગ અને ફોટોગ્રાફ પત્ની જોઈ ગઈ અને...

  શું હતો આખો મામલો
  સચિન વિસ્તારમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક ​​થવાને કારણે મિલના છ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. જ્યારે આઠ જેટલા લોકો વેન્ટિલેટર પર છે અને અન્ય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સચિન GIDCમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર- 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8થી 10 મીટર દૂર મજૂરો સૂતા હતા. અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી.

  આ પણ વાંચોઃ-Rajkot news: લવર મૂછીયા ત્રણ યુવાનોને કારમાં તોડફોડ કરવી પડી ભારે, cctv video viral

  જીપીસીબીના અધિકારીએ શું કહ્યુ
  આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જીપીસીબીના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે, છ મહિનામાં આ સહિતની ત્રીજી ફરિયાદ મળી છે. આ પહેલા સચિન અને જ્હાંગીરપુરામાં પણ ફરિયાદ મળી હતી. ફરિયાદ નોધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેમિકલમાં પ્રાથમિક તબક્કે એસિડિક કોમ્પોનન્ટ હોવાનું કહી શકાય છે. આ કેસમાં પણ પોલીસને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ-Surat crime news: હનીટ્રેપમાં ફસાવી રૂ.2 લાખ પડનાવનાર વોન્ટેડ શિવરાજસિંહ ઝડપાયો

  આ દુર્ઘટના સવારે 4.25 કલાકે થઇ હતી
  આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારીકે, જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ સવારે લગભગ 4:25 વાગ્યે થઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Gas leak, Gujarati news, Surat news

  આગામી સમાચાર