sachin gas leak case: સચિન ગેસ કાંડમાં વધુ ચારની ધરપકડ, મુંબઇની હાઇકેલ કંપનીના ત્રણ અધિકારી ઝડપાયા
sachin gas leak case: સચિન ગેસ કાંડમાં વધુ ચારની ધરપકડ, મુંબઇની હાઇકેલ કંપનીના ત્રણ અધિકારી ઝડપાયા
પકડાયેલા આરોપીઓની તસવીર
surat latest crime news: ક્રાઇમ બ્રાન્ચ (surat crime branch) દ્વારા સુરતના એક મિલના માલિક સહિત મુંબઇની (mumbai) હાઇકેલ કંપનીના (Hikeel Company) ત્રણ ઉચ્ચ અધિકારીઓની સત્તાવાર ધરપકડ કરી છે.
સુરતઃ સુરતના સચિન જીઆઇડીસીમાં (sachin GIDC gas leak) છ નિર્દોષ કામદારોના મોત માટે જવાબદાર તમામ વિરૂધ્ધ સુરત પોલીસ (police) ગાળિયો કસી રહી છે. ગઇ મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ (surat crime branch) દ્વારા સુરતના એક મિલના માલિક સહિત મુંબઇની (mumbai) હાઇકેલ કંપનીના (Hikeel Company) ત્રણ ઉચ્ચ અધિકારીઓની સત્તાવાર ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઇડીસીની અવવારૂ ખાડીમાં ઝેરી કેમિકલનો જથ્થો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા સર્જાયેલી દુર્ઘટનામાં છ નિર્દોષ મજુરોના મોત થયા છે. સચિનની વિશ્વા પ્રેમ મીલના 6 કારીગરોના મોત અને 29 ને ગંભીર અસર થવાના પ્રકરણમાં સાપરાધ મનુષ્યવધ અને એન્વાયરોમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સુરત ક્રાઇમ બ્રાંચે સચિન વિસ્તારના સ્થાનિક ટ્રાન્સપોર્ટર ઉપરાંત ભરૂચ અને વડોદરામાં દરોડા પાડી ચારની ધરપકડ કરી હતી.
તેમની પૂછપરછમાં ઝેરી કેમિકલ વેસ્ટ મુંબઇ તળોજાની ફાર્મા ક્ષેત્રની હાઇકેલ નામની કંપનીમાંથી વાયા અંકલેશ્વર થઇ સચિન જીઆઇડીસીમાં લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓને પુછપરછ માટે સુરત તેડાવ્યા હતા અને તેમની પુછપરછ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીમાંથી કબજે કરેલા મહત્વના દસ્તાવેજોના આધારે તેમની ઉલટતપાસ કરી હતી.
અમે કાયદેસર કેમિકલ વેસ્ટ વેચ્યું છે તેવું અત્યાર સુધી રટણ કરતા કંપનીના કર્મચારીઓએ ઉલટતપાસમાં ગુનો કબુલતા ક્રાઈમ બ્રાન્ચે મોડીરાત્રે કંપનીના ત્રણ કર્મચારી ઉપરાંત આ પ્રકરણમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝ મિલના માલિકની ભૂમિકા પણ બહાર આવતા તેની એમ કુલ ચારની ધરપકડ કરી છે. તમામના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમના રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરાશે.