સુરતઃ સુરતમાં (surat news) આરટીઓ કચેરીમાં (RTO office) ડ્રાઈવિંગ ટેસ્ટ લીધા વગર જ ડ્રાઈવિંગ ટેસ્ટ (Driving test) પાસ કરેલ હોવાનું રીઝલ્ટ બતાવી ડ્રાઈવિંગ લાઇસન્સ (Driving license) બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડમાં સાયબર ક્રાઈમએ (cyber crime) 4ની ધરપકડ કરી 9 લાયસન્સ કબજે કર્યા છે.
સુરત શહેરમાં RTO કચેરીની કોમ્પ્યુટર સીસ્ટમમાં ચેડા કરી ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા વગર જ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરેલી હોવાનું રીઝલ્ટ બતાવી પાકુ લાયસન્સ અપૃવ કરનાર ટોળકીને સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી છે. ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી જરૂરી હોય છે. અને તેના માટે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે.
જોકે આ આરોપીઓએ વાહનોના રજિસ્ટ્રેશન નંબર ચાર તબક્કાના વિડીયો તેમજ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વિના જ ઉમેદવાર પાસ થયા નો ડેટા પુશ કરી દેતા હતા. અને ત્યારબાદ આરટીઓ કચેરીની કમ્પ્યુટર સિસ્ટમમાં ચેડા કરી ગેરકાયદેસર રીતે પાકું લાઇસન્સ બનાવી લેતા હતા.
પોલીસે આ સમગ્ર કૌભાંડમાં નિલેષકુમાર ત્રીભોવનદાસ મેવાડા, સાહીલ શાહનવાઝ વઢવાણીયા, ઇન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા અને જશ મેહુલ પંચાલને ઝડપી પાડયા છે. ગાઇડલાઇન મુજબ પોલીસે આ તમામનો કોરોના રીપોર્ટ કઢાવતા આરોપી નિલેષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને અન્ય ત્રણ આરોપીઓનો કોરોના વાયરસ અંગેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 9 ડ્રાઇવિંગ લાઇસન્સ કબજે કર્યા હતા.
સુરત RTO કચેરીમાં અધિકારીઓના મેળા પીપળાને લઈ આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું. RTO માં એજન્ટ મારફતે ડાયરેકટ લાઇસન્સ બનવામાં આવતું હતું... જો કે આ કૌભાંડમાં RTO ના અધિકારીઓની પણ સંડોવણી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ સમગ્ર મામલે સાયબર પોલીસે RTO ના એક અધિકારીને ડિટેન કર્યા છે. RTO ના ARTO એન ટી મેવાડાની અટકાયત કરી છે. આ અધિકારીઓ દ્વારા લાઇસન્સ કૌભાંડમાં બારોબાર લાઇસનન્સ આપવામાં આવતા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર