સુરતમાં કાપડ ભરીને જતા ટ્રકને પોલીસે રૂપિયા 5000નો દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: September 16, 2019, 2:20 PM IST
સુરતમાં કાપડ ભરીને જતા ટ્રકને પોલીસે રૂપિયા 5000નો દંડ ફટકાર્યો
પ્રતિકાત્મક તસવીર

ટ્રકચાલક ગોવિંદભાઈ પાસે લાયસન્સથી લઈને અન્ય ડોક્યુમેન્ટ યોગ્ય હતાં પરંતુ આઈસર ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાના કારણે રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ ગોવિંદભાઈએ સ્થળ પર જ ભરી દીધી હતી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: સમગ્ર ગુજરાતમાં આજથી નવા મોટર વ્હિકલ ઍક્ટની અમલવારી શરૂ થઇ છે. સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટમાંથી કાપડ ભરીને જતા ટ્રકને ટ્રાફિક પોલીસે રોક્યો હતો અને તેને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો હતો. ટ્રકચાલકે સ્થળ પર જ આ દંડ ભરી દીધો હતો. આ ટ્રકચાલક પાસે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ નહોતું.

સુત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રકચાલક રિંગ રોડ પર આવેલી આર.કે.ટી માર્કેટમાંથી કાપડનો જથ્થો ભરીને ગ્લોબલમાં માર્કેટમાં ડિલિવરી માટે જઈ રહ્ય હત. આ દરમિયાન બ્રિજ ઉતરતા સહારા દરવાજા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યાં હતાં.

ટ્રકચાલક ગોવિંદભાઈ પાસે લાયસન્સથી લઈને અન્ય ડોક્યુમેન્ટ યોગ્ય હતાં પરંતુ આઈસર ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાના કારણે રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ ગોવિંદભાઈએ સ્થળ પર જ ભરી દીધી હતી.

દંડની રસીદ

ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ નવા નિયમોમાં વધારે રૂપિયા આપવા પડે છે. જેના કારણે ખીસ્સામાં રૂપિયા ન હોય તેવા સંજોગોમાં મુશ્કેલી પડી શકે છે. પહેલા જ દિવસે દંડની રકમ ભરવી પડી હોવાથી હવે જરૂરી સર્ટિફિકેટ કઢાવીને પોતાની સાથે જ રાખશે,”.
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर