આગામી વાઇબ્રન્ટ સમિટમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે 5 હજાર કરોડનું રોકાણ થશે: રૂપાણી

News18 Gujarati
Updated: October 29, 2018, 5:09 PM IST
આગામી વાઇબ્રન્ટ સમિટમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે 5 હજાર કરોડનું રોકાણ થશે: રૂપાણી
વિજય રૂપાણી

  • Share this:
મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કેન્‍દ્ર અને રાજ્ય સરકારના સહયોગ વડે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે ૭૦ એકર વિસ્‍તારમાં રૂા.૧૨૦ કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતના ‘ફૂડ એગ્રો ઇન્‍ફાસ્‍ટ્રકચર મેગા ફૂડ પાર્ક’ને લોકાર્પણ કર્યો હતો.  મુખ્‍યમંત્રીએ કેન્‍દ્રીય ફુડ ઇન્‍ડસ્‍ટ્રીઝ મંત્રી હરસિમરત કૌર બાદલ, કેન્‍દ્રીય કેન્‍દ્રિય ફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિભાગના રાજયમંત્રી સાધ્વી નિરંજન જયોતિ, આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવા સાથે ફૂડ પ્રોસેસિંગ એકમની મુલાકાત લીધી હતી.

વિજય રૂપાણીએ કહ્યું કે, દશ વર્ષમાં ૬૦૦ થી વધુ કોલ્‍ડ સ્‍ટોરેજ ગુજરાતમાં છે. ફુડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ક્ષેત્રે રૂા.ત્રણ હજાર કરોડનું રોકાણ થયું છે, આવનારા વાયબ્રન્‍ટ સમિટ-૨૦૧૯ માં રૂા.પાંચ હજાર કરોડનું રોકાણ થશે. ગુજરાતના ખેડૂતોને સાધન સંપન્ન બનાવવાનો નિર્ધાર વ્‍યકત કરતા મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, ખેડૂતોને શુન્‍ય ટકાના દરે લોન, સિંચાઇ માટે માળખાકીય સવલતો, જયોતિગ્રામ યોજના હેઠળ ખેડૂતોને સમયસર વીજળી સાથે ગામ, શહેર, ગુજરાત સુખી સંપન્ન બને એ દિશામાં ગુજરાત દિશાસૂચક બન્‍યું છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝે કેરી, દાડમ, ખારેક વગેરેમાં સુવ્‍યવસ્‍થિત આયોજન સાથે, પ્રોસેસિંગ કરીને ખેડૂતોને મૂલ્‍યવર્ધિત ઉપજ મળે એ માટે વેલ્‍યુએડીશનના મહત્‍વના કદમ ઉઠાવ્‍યા છે. કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે. કેન્‍દ્રીય ફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝના રાજયમંત્રી સાધવી નિરંજન જયોતિએ જણાવ્‍યું હતું કે, ગુજરાત એ જ ધરતી છે. જયાં થી દેશની આઝાદીનું બ્‍યુગલ ફુંકયું હતું.

ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્‍પને પૂરો કરવા આ સરકાર ઝડપથી આગળ વધી રહી છે. ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગને વેગ સાથે લોકોને રોજગારીનો અવસર મળ્‍યો છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારતે અનેક કામયાબીઓ હાંસલ કરી છે. રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને વેગવંતુ બનાવવા પ્રયાસ કરી રહયા છે, તે અભિનંદનને પાત્ર છે.
First published: October 29, 2018, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading