સુરતઃ વરાછા વિસ્તારમાં આંગડિયાપેઢીના કર્મચારી પાસેથી રૂ.14 લાખના હીરાની લૂંટ

News18 Gujarati
Updated: February 20, 2018, 1:22 PM IST
સુરતઃ વરાછા વિસ્તારમાં આંગડિયાપેઢીના કર્મચારી પાસેથી રૂ.14 લાખના હીરાની લૂંટ
સુરતઃ વરાછા વિસ્તારમાં આંગડિયાપેઢીના કર્મચારી પાસેથી રૂ.14 લાખના હીરાની લૂંટ.

  • Share this:
સુરતઃ વરાછા વિસ્તારમાં એક ચકચારિત લૂંટની ઘટના બનવા પામી હતી. મોપેડ પર હીરાના પેકેટ લઈ આંગડિયા પેઢીમાં જતા કર્મચારીને આંતરી મોટરસાઇકલસવાર અજાણ્યા બે શખસોએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. રૂ.14 લાખના હીરાની દિલધડક લૂંટની ઘટના બનતાં ડીસીબી, એસઓજી સહિત વરાછા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

સુરતના વરાછાસ્થિત મિની હીરાબજાર ખાતે આવેલી અમૃત અમથા નામની આંગડિયા પેઢીમાં હસમુખભાઈ પટેલ છેલ્લાં બે વર્ષથી ફરજ બજાવે છે. હસમુખભાઈ સોમવારની સાંજે વરાછા વિસ્તારમાં આવેલી ત્રણ અલગ અલગ કંપનીઓમાંથી હીરાના પેકેટનું આંગડિયું લઈ પેઢીમાં જવા નીકળ્યા હતા. દરમિયાન વરાછાના એ. કે. રોડ નજીકથી પોતાની મોપેડ પર પસાર થતા હસમુખભાઈને મોટરસાઇકલસવાર બે અજાણ્યા શખસોએ આંતર્યા હતા. માથા પર હેલ્મેટ પહેરેલા શખસોએ હસમુખભાઈ પાસે રહેલા હીરાના પાર્સલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. હસમુખભાઈ કાંઈ સમજે એ પહેલાં તો પળભરમાં જ આ લૂંટારાઓ પોતાના મનસૂબા પાર પાડી નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં ડીસીબી, એસઓજી સહિત વરાછા પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

વરાછા વિસ્તારમાં રૂ.14 લાખના હીરાની ચકચારિત લૂંટની ઘટના બનતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા..પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવાની સાથે આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી. જોકે મહત્વની બાબત તો એ સામે આવી હતી કે જ્યાં ઘટના બની ત્યાંના આસપાસના લોકો આવું કાંઈ બન્યું ન હોવાની વાત પોલીસને જણાવી હતી.

સોમવારની સમી સાંજે બનેલી ઘટના બાદ પોલીસે પણ તપાસનો ધમધમાટ બોલાવી આરોપીઓ સુધી પહોંચવા કવાયત શરૂ કરી..પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર ભોગ બનનાર પોલીસને ધક્કે ચઢાવી રહ્યો હતો. જ્યાં પોલીસની ભોગ બનનાર યુવક પર જ શંકા પ્રબળ હોવાનું જાણવા મળે છે. જોકે હાલ તો પોલીસે રૂ.14 લાખના હીરાની લૂંટની ઘટનામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં પણ કમરકસી રહી છે.
First published: February 20, 2018, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading