હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર, રફ ડાયમંડના ભાવમાં 4થી 5% જેટલો ઉછાળો

News18 Gujarati
Updated: October 4, 2019, 9:04 AM IST
હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર, રફ ડાયમંડના ભાવમાં 4થી 5% જેટલો ઉછાળો
ડાયમંડ બજારમાં વૈશ્વિક લેવલે (world market)ખરીદારી નીકળતાની સાથે ડાયમંડની માંગમાં વધારો થયો છે.

ડાયમંડ બજારમાં વૈશ્વિક લેવલે (world market)ખરીદારી નીકળતાની સાથે ડાયમંડની માંગમાં વધારો થયો છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ છેલ્લા કેટલાંય સમયથી મંદીમાં ધકેલાયેલા ડાયમંડ ઉદ્યોગ (diamond industry)માટે સારા સમાચાર આવી રહ્યા છે. ડાયમંડ બજારમાં વૈશ્વિક લેવલે (world market)ખરીદારી નીકળતાની સાથે ડાયમંડની માંગમાં વધારો થયો છે. આ માંગને કારણે રફ ડાયમંડની (Rough Diamond) ખરીદીમાં પણ વધારો થવાને કારણે હાલ રફ ડાયમંડના (rate)ભાવમાં 4થી 5 ટકા જેટલો ઉછાળો નોઁધાયો છે

સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં સૌથી વધારે હીરાના ઉત્પાદન કરી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાંય સમયથી મંદીની ચપેટમાં આવી ગયો હતો. જો કે હાલ દિવાળીની (diwali)ખરીદીની સાથે સાથે ક્રિસમસની (Christmas)ખરીદી પણ વૈશ્વિક બજારમાં નીકળી હોવાને કારણે પોલીશ્ડ ડાયમંડની માંગ બજારમાં વધી છે ત્યારે પોલીશ્ડ ડાયમંડની સાથે સાથે રફ ડાયમંડની માંગ પણ હાલ માર્કેટમાં વધી રહી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ દંડ ભરવાનું કહેતા મહિલાએ પોલીસ સાથે કરી મારામારી, viral video

રફ ડાયમંડની માંગ વધવાને કારણે હાલ રફ ડાયમંડના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરત માર્કેટમાં હાલ રફ ડાયમંડમાં 4 થી 5 ટકા જેટલો વધારો થયો છે. રફ ડાયમંડના ભાવ વધતાની સાથે જ હવે જે મંદીનો માહોલછે તે પણ ધીમે ધીમે દૂર થવાની શક્યતાઓ દેખાઇ રહી છે.
First published: October 3, 2019, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading