'ગજબ' સુરત: 'લો લઈ લો રીક્ષા', ચાલકનો પિત્તો છટક્યો, સિગ્નલ પર TRB જવાનને લાફો ઝીંકી દીધો

'ગજબ' સુરત: 'લો લઈ લો રીક્ષા', ચાલકનો પિત્તો છટક્યો, સિગ્નલ પર TRB જવાનને લાફો ઝીંકી દીધો
પ્રતિકાત્મક તસવીર

દંડની આકરી રકમ અને તેમાં પણ કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉધોગ નથી, તેવામાં જો પોલીસ કોઈને પણ અટકાવી દંડ માંગે તો લોકો પોલીસ સાથે મારામારી કરતા હોય છે

  • Share this:
સુરત: કોરોનાવાયરસ બાદ લોકડાઉને દરેક ધંધાર્થીઓના ધંધા પર માઠી અસર પડી છે. આર્થિક મુશ્કેલીના પગલે પરિવારનું ભરણ પોષણ કેમ કરી કરવું, તેની મથામણમાં અનેક લોકો ડિપ્રેશનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેવામાં સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક રીક્ષા ચાલકે ગુસ્સે થઈ ટીઆરબી જવાનને લાફો મારી દીધો છે. કેમ આ રીક્ષા ચાલકે ટીઆરબી જવાનને રસ્તા વચ્ચે લાફો માર્યો તે જોઈએ.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં એક રીક્ષા ચાલક ટ્રાફિક સિગ્નલ પર સિગ્નલ બંધ થતા ઉભો રહ્યો, જોકે, તેની રીક્ષા ઝીબ્રા ક્રોસિંગ પર આવી ગઈ, આ સમયે ત્યાં ફરજ પર હાજર TRB જવાને રીક્ષા ચાલાકને પાછળ રીક્ષા લેવાનું કહી, દંડ ફટકારવાની વાત કરી, જેને પગલે રીક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો અને લો ડિટેન કરી દો રીક્ષા, એમ કહી ટીઆરબી જવાનને એક તમાચો મારીને ત્યાં જ રીક્ષા મૂકીને ભાગી છૂટ્યો હતો. જોકે ટીઆરબી જવાને રીક્ષા મુકીને ભાગી જનાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલકની શોધખોળ હાથ ધરી છે.સરકાર દ્વારા મોટર વેહિકલ એક્ટમાં સુધારો કર્યા બાદ દંડની રકમ વધાર્યા બાદ સતત લોકો સાથે પોલીસનું ઘર્ષણ થતું સુરતમાં જોવા મળી છે. જોકે દંડની આકરી રકમ અને તેમાં પણ કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉધોગ નથી, તેવામાં જો પોલીસ કોઈને પણ અટકાવી દંડ માંગે તો લોકો પોલીસ સાથે મારામારી કરતા હોય છે, આવીજ એક ઘટના વરાછા વિસ્તારમાં બની છે.

સુરત : વરાછામાં નાણાની લેતીદેતી મામલે ઍમ્બ્રોઈડરીના વેપારી ઉપર જીવલેણ હુમલો

સુરત : વરાછામાં નાણાની લેતીદેતી મામલે ઍમ્બ્રોઈડરીના વેપારી ઉપર જીવલેણ હુમલો

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મીની બજાર ખાતે ત્રણ રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી ટીઆરબી જવાન સૌરભ નરેશ તમર ફરજ પર હાજર હતા, આ દરમિયાન ટ્રાફિક પોઇન્ટ પર રીક્ષા નંબર જીજે-5 એવાય-8162ના ચાલકે ઝિબ્રા ક્રોસિંગની આગળ રીક્ષા ઉભી રાખી હતી. જેથી ટીઆરબી જવાન સૌરભે રીક્ષા ઝેબ્રા ક્રોસિંગની પાછળ લેવા માટે કહ્યું અને દંડ ફટકારવાની વાત કરી.

સુરત: 500 રૂપિયાની ઉધારી ન ચુકવનાર ગ્રાહકને દુકાનદારે ધોઈ નાખ્યો, Live મારામારી Video

સુરત: 500 રૂપિયાની ઉધારી ન ચુકવનાર ગ્રાહકને દુકાનદારે ધોઈ નાખ્યો, Live મારામારી Video

આજ સમયે રીક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો અને રીક્ષામાંથી ઉતરી બહાર આવ્યો, અને ટીઆરબી જવાનને કહ્યું લઈ લો આ રીક્ષા આમે ધંધો નથી, તેમ કહી ટીઆરબી જવાન સૌરભની નજીક ઘસી ગયો અને ગાલ પર એક તમાચો ઝીંકી દીધો હતો. જેથી પોઇન્ટ પર ફરજ બજાવતા અન્ય ટીઆરબી જવાન આશિષ રવિન્દ્ર પેંદાકર, અમુલ પાંડુરંગ સૌપુરી દોડી આવતા ચાલક રીક્ષા ત્યાં જ મુકીને ભાગી ગયો હતો.

સુરત: ભાણીને હેરાન કરનારાને ઠપકો આપવા ગયો સગીર, ટપોરીઓએ ચપ્પુ ઘુસાડી દઈ લોહીલુહાણ કર્યો

સુરત: ભાણીને હેરાન કરનારાને ઠપકો આપવા ગયો સગીર, ટપોરીઓએ ચપ્પુ ઘુસાડી દઈ લોહીલુહાણ કર્યો

જોકે આ મામલે TRB જવાને આ રીક્ષા ચાલાક વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે રીક્ષા કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:kiran mehta
First published:October 18, 2020, 21:02 pm

ટૉપ ન્યૂઝ