સુરત : 15 વર્ષની કિશોરી સાથે રીક્ષા ચાલકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ, ભાઈ-બહેનને મારી નાખવાની ધમકી

સુરત : 15 વર્ષની કિશોરી સાથે રીક્ષા ચાલકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ, ભાઈ-બહેનને મારી નાખવાની ધમકી
પ્રતિકાત્મક તસવીર

તરૂણીની હાલત જોઈ અને માતાપિતા ફફડી ઉઠ્યા, દીકરીએ આપવિતી કહેતા પોલીસનું શરણ લીધું

  • Share this:
સુરતના ભટાર ક્રિષ્નાનગરમાં (Surat) રહેતા રીક્ષા ચાલકે તેના વિસ્તારની તરૂણી સાથે બળાત્કાર (Rape) કર્યો હતો. જોકે, કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી અને આ નરાધમ ચાલક પોતાની હવસ સંતોષી હોવાની પોલીસ ફરિયાદના પગલે ખળભળાટ મચી ગયો છે. જ્યારે સુરત શહેરમાં વધુ એક મહિલા શોષણની ફરિયાદ સામે આવી છે.

સુરત શહેરમાં સતત મહિલા અત્યાચાર સાથે મહિલા સાથે ખાસ કરીને બાળકી સાથે છેડછાડની સાથે દુસ્કર્મની સતત ફરિયાદ સામે આવી રહી છે. જોકે, આવી ફરિયાદો બાદ પણ પોલીસ કોઈ નક્ક કાર્યવાહી ન કરતા જાણે આવા ઈસમોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે વધુ એક તરૂણીને પોતાના કરતા બે ગણી ઉમર યુવાને આ તરૂણે પોતાનો શિકાર બનાવ્યાની ઘટના આવી છે.આ પણ વાંચો : સુરત : અસામાજિક તત્વો TRB જવાન પર તૂટી પડ્યા! ઢોર માર મારી માથું ફોડી નાખ્યું

જોકે, આવી ઘટના સુરતના સ્લમ વિસ્તારમાં સતત બની રહી છે ત્યારે આવી વધુ એક ઘટના  સુરતના  ભટાર વિસ્તારમાં ઘટી છે. અહીંયા આવેલ ક્રિષ્નાનગરમાં રહેતા અને  રીક્ષાચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ધર્મેન્દ્ર રામસાગર રાય તેના વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક તરૂણી પર તેની દાનત કેટલાક સમયથી બગડેલી હતી. જોકે ગતરોજ આ તરૂની નો એકલતાનો લાભ લઇને આ રીક્ષા ચાલકે તેની બહેન અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતાની રૂમમાં લઇ જઈને તરૂણીની મરજી વિરુદ્ધ  બળજબરીથી  બળાત્કાર કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : જિંદગી તો ન મળી પરંતુ મોતનો મલાજો પણ ન જળવાયો, મહિલાઓના દાગીના પણ સલામત નથી!

જોકે, ત્યારબાદ તરુણીને આ રીક્ષા ચાલકે છોડી મૂકી હતી. જોકે તરૂણી ત્યારબાદ પોતાના ઘરે પોહચી હતી. જોકે તરૂની ની હાલત જોઈને પરિવારે તરુણીને પૂછપરછ કરતા તરૂની પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવતા પરિવારે તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ રીક્ષા ચાલાક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તરુણીના પરિવારની ફરિયાદ લઇને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ ફરિયાદની ખબર પડતા રીક્ષા ચાલાક હાલ ફરાર થઇ જતા પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત ખટોદરા પોલીસે હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:April 18, 2021, 22:54 pm

ટૉપ ન્યૂઝ