સુરતઃ માતાને ટક્કર મારનારને ઠપકો આપવા જતાં યુવાનની હત્યાનો પ્રયાસ

માતાને ટક્કર મારનાર રિક્ષાચાલકને કહેવા જતા હુમલો કરાયો હતો. આ મામલે પોલીસે યુવાનની હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

News18 Gujarati
Updated: March 15, 2019, 8:36 AM IST
સુરતઃ માતાને ટક્કર મારનારને ઠપકો આપવા જતાં યુવાનની હત્યાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 15, 2019, 8:36 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ નાની-નાની બાબતો હત્યા કે હત્યાના પ્રયાસો થવાની ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જ્યાં રીક્ષા ચાલકે માતાને ટક્કર મારતા પુત્ર ચાલકને ઠપકો આપવા ગયો હતો. જોકે, ઉશ્કેરાયેલા રીક્ષાચાલક અને તેના સાથીઓએ પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના અમરોલી, કોસાડ આવાસ પાસે સાંજે માતા-પુત્ર ઉપર રિક્ષાચાલક સહિત ચાર જણાએ ઘાતકી હુમલો કર્યો હતો. માતાને ટક્કર મારનાર રિક્ષાચાલકને કહેવા જતા હુમલો કરાયો હતો. આ મામલે પોલીસે યુવાનની હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના કોસાડ આવાસમાં રહેતી સવિતાબેન બાબુભાઇ વાઘેલા સાંજે દુકાને ખરીદી કરી ઘરે પરત ફરી રહ્યાં હતા. તે સમયે વિક્રમ જોહા દેવીપુરજ (રહે. કોસાડ આવાસ) નામના રિક્ષાચાલકે તેણીને ટક્કર મારી હતી. જેને પગલે સવિતાબહેને વિક્રમને ઠપકો આપતા તેણે ગાળો આપવા માંડ્યો હતો.

ત્યારબાદ સવિતાબેને પુત્ર સુરેશ અને સંજય તેને કહેવા જતા વિક્રમે તેના પિતા જોહા બાજુ દેવીપુજક, ભાઇ નવધણ જોહા દેવીપુજક અને અજય જોહા દેવીપુજક સાથે મળી ત્રણેય જણા ઉપર હુમલો કર્યો હતો. વિક્રમે સુરેશને જાનથી મારી નાંખવાના ઇરાદે લોખંડનો પાઇપ તેના માથામાં તથા પેટના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ વિવાદમાં સવિતા અને સંજયને પણ ઇજા થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરેશની હાલત ગંભીર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर