સુરતમાં બે હત્યા : સલાબતપુરમાં અપ્પુ કોટનની ટોઈલેટમાં હત્યા, તો રેલવે યાર્ડમાં પથ્થર ઝીંકી યુવકની હત્યા

સુરતમાં બે હત્યા : સલાબતપુરમાં અપ્પુ કોટનની ટોઈલેટમાં હત્યા, તો રેલવે યાર્ડમાં પથ્થર ઝીંકી યુવકની હત્યા
સુરત રેલવે યાર્ડમાં હત્યા

સુરત (Surat)માં આજનો દિવસ જાણે ગોઝારો બન્યો છે. કારણ કે આજે એક નહીં પણ બે હત્યાની ઘટના સામે આવતા પોલીસ (Police) દોડતી થઇ છે.

  • Share this:
સુરત : આજે 26 જનીયુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક દિન (republic day) તરીકે ઉજાણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત (Surat)માં આજનો દિવસ જાણે ગોઝારો બન્યો છે. કારણ કે આજે એક નહીં પણ બે હત્યાની ઘટના સામે આવતા પોલીસ (Police) દોડતી થઇ છે. જોકે એક યુવાનની હત્યા રેલવે પોલીસ હદમાં તો બીજાની હત્યા (Murder) સાલબત પુના પોલીસની હદમાં થવા પામી છે, આમ બે દિવસમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.

સુરત આમ તો વેપારીઓનું શહેર અને વિકાસમાં સૌથી આગળ છે પણ આ શહેરમાં ગુનાખોરી પણ એટલે ઝડપથી આગળ વધી રહી છે. સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ લિંબાયતમાં બુટલેગરની હત્યાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે 26 જાન્યુઆરીના દિવસે શહેરમાં એક નહીં પણ બે હત્યાની ઘટના સામે આવી છે.આ પણ વાંચોઅમદાવાદ : જજની પત્નીનો ગંભીર આક્ષેપ, 'પોર્ન મુવી મુજબ વિવિધ ...., ના પાડુ તો ખુબ ગુસ્સે થતો'!

જેમાં પ્રથમ ઘટનામાં સલાબત પુરા પોલીસ વિસ્તારમાં આવેલ રિંગરોડના પધ્માવતી કાપડ માર્કેટના બીજા માળે આવેલ ટોઇલેટમાં અપ્પુ કોટન ગોપાલ કુર્યાંની કોઈ ઈસમે જુના ઝગડાની અદાવત રાખીને દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જોકે આ ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલી બનાવ સ્થળે દોડી જઈ તપાસ કરતા, આ આધેડની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો - સુરત : 'હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે', પત્નીને અંતિમ ફોન કરી યુવાનનો આપઘાત

જયારે બીજા બનાવમાં સુરત રેલવે પોલીસની હદમાં આવેલા રેલવે યાર્ડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. સાથે યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકને પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્ય હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સુરત રેલ્વે પોલીસની હદમાં આવેલા રેલ્વે યાર્ડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો - સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video

પોલીસે તપાસ કરતા યુવકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. વધુમાં મૃતકની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાની આંશકા છે. અજાણ્યા હત્યારાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. સાથે જ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:kiran mehta
First published:January 26, 2021, 18:51 pm