સુરત: પાટીદાર વાડીનું ભાડુ પાટીદારો માટે પણ મોંઘુ, સમાજના લોકોએ કર્યા ધરણા

News18 Gujarati
Updated: October 12, 2019, 7:40 PM IST
સુરત: પાટીદાર વાડીનું ભાડુ પાટીદારો માટે પણ મોંઘુ, સમાજના લોકોએ કર્યા ધરણા
સમાજના નામે બનેલી વાડી સમાજના લોકો માટે બનાવવામાં આવી હોવા છતાંય ભાડું એટલું વધુ છે કે, પાટીદાર સમાજના સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી

સમાજના નામે બનેલી વાડી સમાજના લોકો માટે બનાવવામાં આવી હોવા છતાંય ભાડું એટલું વધુ છે કે, પાટીદાર સમાજના સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: પાટીદાર સમાજ દ્વારા પાટીદાર લોકોને કામ લાગે તે માટે એક વાડી બનાવવામાં આવી છે, પણ આ વાડીનું ભાડું એટલું છે કે પાટીદાર સમાજના સામાન્ય માણસને પોસાય તેવું નથી. સમાજ નામે બનેલી આ વાડી માત્ર ને માત્ર કમાણી કરવાનું સાધન બનતા સમાજના આગેવાનો દ્વારા વાડીના મોંઘા ભાડાના વિરોધમાં એક દિવસના ઘરણા કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા સમાજને કામ લાગે અને સમાજના લોકોને પોતાના કોઈ પણ પ્રસંગ માટે બહાર ન જવું પડે તે માટે સમગ્ન સમાજના લોકો દ્વારા સમસ્ત પાટીદાર નામની એક વાડી ઉભી કરવામાં આવી છે. આ વાડી મોકાની જગ્યાએ હોવાને કારણે, વાડીમાં સતત બુકિંગ આવતું હોય છે. જેને લઈ વાડીના ટ્રસ્ટી આવકને લઈ માત્ર કમાણી કરવામાં ધ્યાન આપવા લાગ્યા છે.

સમાજના નામે બનેલી વાડી સમાજના લોકો માટે બનાવવામાં આવી હોવા છતાંય ભાડું એટલું વધુ છે કે, પાટીદાર સમાજના સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી તોવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સમાજના આગેવાનો દ્વારા અવાર નવાર રજુઆત કરવામાં આવી છે કે સમાજના સામાન્ય વર્ગના લોકો ભાડુ વધુ હોવાને કારણે ઉપયોગ નથી કરી શકતા, જેથી ભાડા ઓછુ કરવું જોઈએ. પરંતુ, ટ્રસ્ટીઓ આ બાબતને ધ્યાન પર નથી લઈ રહ્યા.

સમાજના અનેક લોકોની માંગ હોવા છતાંય કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા આજ રોજ સમાજના લોકોએ વાડીના બાડા મુદ્દે ટ્રસ્ટીઓ સામે મોરચો ખોલ્યો હતો અને એક દિવસના ધરણા વાડીમાં જ કરી વિરોધ નોધાવ્યો હતો. આ સિવાય આગામી દિવસોમાં જો ભાડા ઓછા નહી કરવામાં આવે તો પાટીદાર સમાજ આ મામલે મોટું આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर