પર્વત પાટિયા ખાતે રેમડેસીવીર ઇન્જેક્શનની (Remdesivir Black Market) કાળાબાજરીનું મોટું કૌભાંડ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યું હોવાની સત્તાવાર વિગતો બહાર આવી હતી.6 જેટલા ઈસમોની ધરપકડ કરી ઇન્જેક્શન જથ્થો પણ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.ઝડપાયેલ આરોપી પૈકી કેટલાક લેબના વ્યવસાય અને કેટલાક મેડિકલ સ્ટોરના વ્યવસાય સાથે સંકડાયેલ હતા જેઓ જરૂરિયાતમંદો પાસે નજીવી કિંમતે મળતા આ ઇન્જેક્શનોની કાળાબજારી કરી મસમોટી કિંમત મેળવી લેતા હતા.
સુરત શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસને માહિતી મળી હતીકે પુણા ગામ વિસ્તારમાં કેટલાક ત્રાહિત લોકો દર્દીઓના સગાવહાલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબાજરીનું મોટું કૌભાંડ આચરી રહ્યા હતા.જેને લઇને પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું અને ડમી ગ્રહાક ઉભો કરીને આ ઇન્જેક્શનની કળા બાજરી કરતા કલ્પેશ મકવાણાનો સંપર્ક કર્યો હતો.
ડમી ગ્રહકે 6 ઇન્જેક્શનની ડિમાન્ડ કરતા ઇન્જેક્શનની કિંમત 70 હજાર કહી હતી અને તે તેના અન્ય મળતિયાઓ પાસેથી તેમને અપાવવાની ખાતરી આપી હતી અને કલ્પેશે તેના આગળ સંપર્ક કરી ગોડાદરા વિસ્તારના ફ્યુઝન લેબના પ્રદીપ કાતરીયાનો સંપર્ક કર્યો હતો અને ત્યાં છાપો મારતા રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા.અને વિઅગતવાર આખું કૌભાંડ ઝડપી પડ્યું હતું. જેમાં શૈલેષ હડિયા,નીતિન હડિયા,યોગેશ કાવડ વિવેક ધમોલીયા જેટલા 6 આરોપીઓની અટકાયત કરીને તેમની પાસેથી 2 લાખ 45 હજારની રોકડ રકમ અને 5 મોબાઈલ ફોન ઝડપી લીધા હતા.પોલીસે પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી વિવેક ધમોલીયા જે નિત્યા મેડિકલ સ્ટોર ચલાવે છે.
તેણે સિવિલ હોસ્પિટલ માંથી દર્દીના આધાર કાર્ડ મારફતે 650 રૂપિયાના ભાવ થી ઇન્જેક્શન ખરીદતો હતો અને તે યોગેશ કાવડ જે ફ્યુઝન લેબ ચલાવે છે તેને 4 હજારની કિમતે વેચી મારતો હતો અને ફ્યુઝન લેબ વાળા તેના માણસો રાખી ડિમાન્ડ પ્રમાણે ગ્રહાકોને આ ઇન્જેક્શન 12 હજારમાં સોદો કરી કૌભાંડ આચરતા હતા.હલતો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તમામ 6 આરોપીઓની અટકાયત કરીને તેમની સામે વિશ્વાશ ઘાતની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ મામલે સુરતના સીપી અજય તોમરે જણાવ્યું કે મેડિકલ પર ઇન્જેક્શન ખરીદવા આવેલી ટીમને સ્ટોરમાંથી ઇન્જેક્શન ન મળ્યું ત્યારે મેડિકલની બહાર એક વ્યક્તિ એક્ટિવા લઈને ઊભો હતો એણે કહ્યું રેમડેસિવિર જોઈએ છે? એકના બાર હજાર રૂપિયા થશે, પોલીસે હા પાડતા એ વ્યક્તિ આ વ્યક્તિે લઈને ગયો હતો. કલ્પેશન નામનો વ્યક્તિ આ ટીમને એક પેબ પાસે લઈ ગયો હતો. ત્યારે આ મામલે સંપૂર્ણ તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિઓ નિત્યા હૉસ્પિટલમાંથી લઈને આવ્યા હતા. હૉસ્પિટલમાંથી જે જરૂરિયાત હોય ત્યાંથી સિવિલમાંથી જે આપવામાં આવે છે. તેવા કેટલાક દર્દીઓને આ ઇન્જેક્શન લખી આપવામાં આવે પરંતુ આપવામાં આવતા નહોતા. આવી રીતે ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આવી હતી.