સુરત : Remdesivirની કાળા બજારીમાં મોટો ઘટસ્ફોટ, 'મારા પિતરાઈએ મને ઇન્જેક્શન આપ્યા હતા, મને કોઈ જાણકારી નથી'

સુરત : Remdesivirની કાળા બજારીમાં મોટો ઘટસ્ફોટ, 'મારા પિતરાઈએ મને ઇન્જેક્શન આપ્યા હતા, મને કોઈ જાણકારી નથી'
સુરતમાં ઇન્જેક્શન સપ્લાય કરનાર યશ માથુકિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાત કરી હતી.

આ ઇન્જેક્શન કૌભાંડના તાર બાંગ્લાદેશ સુધી લંબાયેલા હોવાનો ઘટસ્ફોટ, સુરત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં ભાંડો ફૂટ્યો

  • Share this:
કોરોના વાયરસથી સંક્રમિત સારવાર લઇ રહેલા દર્દી માટે સૌથી વધુ જરૂર એવા ઈન્જેકશન રેમડેસિવીરને ( Remdesivir) લઈને કાળા બાજારી (Grey market of injection0 કરવામાં આવતી હોવાને લઈને બે દિવસ પહેલા વધુ એક  કૌભાંડ ઝડપાયું છે. ત્યારે આ કૌભાંડમાં સુરતથી ઝડપાયેલા યુવાને પોતે નિદોર્ષ હોવાની સાથે પોતાના પિતરાઈ ભાઈએ આ ઈન્જેકશન આપવાનું કીધું હતું. જોકે સુરતના આ યુવાનનાં પકડાયા બાદ આ કૌભાંડનાં તાર સુરત થી અમદાવાદ અને હવે આ તાર બાંગ્લાદેશ (Bangladesh) સુધી પહોચી ગયા છે. આ ઇન્જેક્શન મામલે ઝડપાયેલા યુવકે જણાવ્યું હતું કે પોતે કાળાબઝારીમાં શામેલ નથી અને પિતરાઈએ આપેલું ઇન્જેક્શન આપવા માટે ગયો હતો.

કોરોના મહામારી વચ્ચે કોરોના સારવાર લેતા દર્દી માટે ઓક્સિજનની  તકલીફ હોવાની તબીબો દ્વારા દર્દી ને ઈન્જેકશન આપવામાં આવતું હોય છે જોકે આ ઈન્જેકશન શોર્ટેજ હોવાને લઈને તેની કાળા બજારી કરવામાં આવતી હોવાને લઈને સરકાર દ્વારા પહેલા સુરતમાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતું.જોકે ત્યાર બાદ સુરતમાંથી નકલી ઈન્જેકશનનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતું. અને હવે વધુ એક કૌભાંડ સુરત ખાતેથી સુરત ફૂડ અને ડ્રગ વિભાગ ઝડપી પાડી ગતરોજ સત્તાવાર જાહેરાત કરી હતી ત્યારે આ સમગ્ર કૌભાંડમાં સુરત વરાછા વિસ્તરમાં રહેતા એક યુવાન કાળા બજારી કરતા અમદાવાદના એક યુવાન દ્વારા ઈન્જેકશન આપવાની વાત કરતા આ યુવકે સુરત ફૂડ અને ડ્રગ વિભાગ સાથે રાખીને દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો :  મોરબી : યરવડા જેલમાંથી 37 વર્ષ પહેલાં પેરોલ જમ્પ કરનાર હત્યાના કેદી સામે ફરિયાદ, જાણવા જેવો કિસ્સો

જોકે ઈન્જેકશન આપવા આવેલા સુરતના ડભોલીના યશની અટકાયત કરી પુછપરછ કરતા આ ઈન્જેકશન તેના પિતરાય ભાઈ સંદીપ જે અમદાવાદ ખાતે રહે છે તેને આપવા માટે કહ્યું હતું જોકે ત્યારબાદ આ મામલે તપાસ અમદાવાદ અને ત્યાંથી અનેકના નામ ખુલવા સાથે બાંગ્લાદેશ સુધી તેનું નેટવર્ક પહોચી ગયું હતું.

જોકે આજે જયારે ન્યૂઝ 18 ગુજરાતીની ટિમ યશ સંપર્ક કર્યો હતો ત્યારે તે  વિધાર્થી છે અને પિતરાઈ ભાઈ તેને  ઈન્જેકશન આપીને ગયો હતો અને ફોન કરું ત્યારે આ ઈન્જેકશન  હું કહેવું તેને આપી જવા માટે કહ્યું હતું, અને પાર્થ ઈન્જેકશન આપવા જતા ઝડપાઇ ગયો હતુ જોકે તેને ફૂડ અને ડ્રગ વિભાગને જાણકારી આપી કૌભાંડ બહાર લાવા માટે મદદ કરતા હાલમાં તેને મુક્ત કર્યો છે.

પણ પોતાના પિતરાઈ ભાઈની વાતમાં આવી જતા આ કૌભાંડમાં ફસાઈ ગયાનું વાત કરી હતી ત્યારે હવે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં અનેક નવા  ખુલાસા આગામી દિવસ કરવામાં આવશે ત્યારે આ ઈન્જેકશન 3 ગણી કિંમતે વેચવામાં આવતા હોવાનો ખાટસ્ફોટ આરોપીની પૂછપરછમાં બહાર આવ્યો છે.

આ પણ વાંચો :  બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો, CR પાટીલને કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ કહ્યા, વીડિયો Viral

આ મામલે યશ નામના યુવકે જણાવ્યું કે 'મારો પિતરાઈ ભાઈ મને ઇન્જેક્શન આપ્યું હતું. તેણે મને જણાવ્યું હતું કે 'મેં જીવનમાં ખોટું કર્યુ નથી. મને અમદાવાદ રહેતા પિતરાઈએ ઇન્જેક્શન આપ્યું હતું અને તે કહે તેને આપવા માટે કહ્યું હતું. હું તો બીબીએનો વિદ્યાર્થી છું.'
Published by:Jay Mishra
First published:July 25, 2020, 15:34 pm

ટૉપ ન્યૂઝ