સુરત: શહેરમાં છેતરપિંડીની રોજ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીની તો રોજ એક ઘટના સામે આવી છે, ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે, જેમાં પરિવારના સંબંધીએ જ સબંધનો દુરઉપયોગ કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી છે.
સુરતના સરથાણા બી.આર.ટી,ઍસ રોડ પાસે શિવમ રેસીડેન્સીમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારની પત્ની પાસેથી તેના સંબંધીઍ વતનમાં લગ્નમાં તેની પત્નીને પહેરવા માટે રૂપિયા ૨.૫૦ લાખની કિંમતના દાગીના લીધા બાદ બારોબાર દાગીના આઈ.આઈ.ઍફ,ઍલ બેન્કમાં ગીરવે મુકી લોન મેળવી દાગીના પરત નહી આપી વતન ભાગી જઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
સુરતના સરથાણા રાધે પાર્કની બાજુમાં શિવમ રેસીડેન્સીમાં રહેતા દિવ્યાબેન રણછોડભાઈ નાવડીયા (ઉ.વ.૪૯)નો પતિ લેસપટ્ટી બનાવવાનું કારખાનું ધરાવે છે. દિવ્યાબેન સન ૨૦૧૯માં સરથાણા વ્રજચોક રેસીડેન્સીમાં રહેતા હતા, તે વખતે ફેબ્રુઆરી મહિનામાં તેમના સંબંધી નિરજ રમેશ ભુવા (રહે,ભગવાન નગર વ્રજચોક સરથાણા) અને મામાનો દીકરો હાર્દિક હિરપરા ઘરે આવ્યા હતા.
ત્યારબાદ દિવ્યાબેનને ખબર પડી કે, નિરજ ભુવાની પત્ની જાગુબેન ગામડેથી આવી ગઈ છે. જેથી નિરજને ફોન કરી દાગીના પરત આપી જવા માટે કહેતા નિરજે થોડા દિવસ પછી આવી દાગીના આપી જઈશ હોવાનુ કહ્નાં હતું. તેમ છતાં દાગીના પરત આપ્યા નહી. જેથી દિવ્યાબેને ફરી પાંચેક દિવસ પછી ફોન કરી દાગીનાનું પુછતા નિરજે કહ્યું, મારે પૈસાની જરૂર હોવાથી દાગીના રાઈઝોન પ્લાઝામાં આવેલ આઈ.આઈ.ઍફ,ઍલ, બેન્કમાં ગીરવે મુકી હિતેશ ભુવાના નામે લોન લીધી છે. દિવ્યાબેને અવાર નવાર નિરજ અને હિતેશને ફોન કરી દાગીના આપી જવાનું કહેતા છતાંયે દાગીના નહી આપી નિરજ ભુવા અને તેનો ભાઈ હિતેશ ભુવા તેમના વતન પીપળીયા ગામ ગોંડલ રાજકોટ નાસી જઈ છેતરપિંડી કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર