ખેડૂતોને પેન્શન યોજનાનો લાભ મળે એ માટે બસ સ્ટેન્ડ પર નોંધણી કેમ્પ યોજાશે

News18 Gujarati
Updated: August 29, 2019, 4:53 PM IST
ખેડૂતોને પેન્શન યોજનાનો લાભ મળે એ માટે બસ સ્ટેન્ડ પર નોંધણી કેમ્પ યોજાશે
પ્રતિકાત્મક તસવીર

આ યોજના હેઠળ જોડાનાર ખેડૂતની ઉંમર અનુસાર રૂ. 55 થી લઇ રૂા. 200 સુધીનો માસિક પ્રિમિયમ ફાળો ખેડૂતે ભરવાનો થશે અને તેટલુ જ પ્રિમિયમ સરકાર ફાળારૂપે વીમા કંપનીમાં ભરશે.

  • Share this:
સુરત: દેશના તમામ નાના અને સિમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષા આપી વૃધ્ધાવસ્થામાં આર્થિક રીતે અન્ય પર નિર્ભય ન રહેવુ પડે એ હેતુથી ભારત સરકાર દ્વારા “ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) “ અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજનામાં વધુમાં વધુ ખેડુતો જોડાય તેવા આશયથી સુરત જિલ્લામાં તારીખ ૩૦ અને ૩૧મી ઑગષ્ટના રોજ બે દિવસ માટે તમામ તાલુકામથકના એસ.ટી.સ્ટેન્ડ ખાતે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પાત્રતા ધરાવતા ખેડુતોએ આધાર કાર્ડ તથા બેંક ખાતાની વિગતો સાથે નોંધણી કરાવી શકે છે. યોજના હેઠળ નાના અને સિમાંત 18 થી 40 વર્ષ સુધીની ઉમર ધરાવતા ખેડૂતો જોડાઇ શકે છે. તેઓ જ્યારે 60 વર્ષની ઉમરે પહોંચે ત્યારે તેઓને માસિક રૂા.3000નું પેન્શન મળવાપાત્ર થશે.

આ યોજના હેઠળ જોડાનાર ખેડૂતની ઉંમર અનુસાર રૂ. 55 થી લઇ રૂા. 200 સુધીનો માસિક પ્રિમિયમ ફાળો ખેડૂતે ભરવાનો થશે અને તેટલુ જ પ્રિમિયમ સરકાર ફાળારૂપે વીમા કંપનીમાં ભરશે.

વધુમાં, આ યોજનામાં માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે જઇ ઑનલાઇન રજિસ્ટ્રેશન પણ કરીને પણ જોડાઈ શકે છે. જેથી કેમ્પમાં વધુને વધુ ખેડુતોને જોડાવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તા.29મી સુધીમાં 3439 ખેડૂતો યોજનામાં જોડાઈ ચૂકયા છે.

 
First published: August 29, 2019, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading