સુરતમાં વાવાઝોડું : 60 ફૂટનો 'રાવણ' નીચે પડ્યો અને અચાનક સળગવા લાગ્યો!

News18 Gujarati
Updated: October 9, 2019, 9:26 AM IST
સુરતમાં વાવાઝોડું : 60 ફૂટનો 'રાવણ' નીચે પડ્યો અને અચાનક સળગવા લાગ્યો!
પવનને કારણે રાવણ નીચે ઝૂકી ગયો હતો.

સુરતમાં રાવણ દહન જોવા આવેલા તમામ લોકો આ અકસ્માતથી હતાશ થયા હતા.

  • Share this:
પ્રગ્નેશ વ્યાસ, સુરત : મંગળવારે દશેરાના પર્વ નિમિત્તે શહેરમાં અનેક જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના સૌથી ઊંચા 60 ફૂટના રાવણનું દહનનો કાર્યક્રમ આદર્શ રામલીલી ટ્રસ્ટ દ્વારા વીઆઇપી રોડ ખાતે રાખવામાં આવ્યો હતો.

જોકે, સાંજે રાવણ દહન કરવામાં આવે તે પહેલા જ અચાનક વીઆઇપી રોડ ખાતે એક મીની વાવાઝોડું ફૂંકાયુ હતું. આ પવનમાં 60 ફૂટ ઊંચુ રાવળનું પૂતળું નીચે નમી ગયું હતું. ખૂબ મહેનત બાદ તૈયાર કરવામાં આવેલું રાવણનું પૂટળનું જમીન તરફ ઢળી જતાં થોડીવાર માટે અહીં અફરાતફરી મચી હતી.વિજયા દશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાને કારણે શહેરમાં અનેક વૃક્ષો પડી ગયા હતા. અનેક ઘરોના છાપરાં ઉડી ગયા હતા. લોકો કંઈ સમજે તે પહેલા જ જોરદાર પવન ફૂંકાયો હતો અને વસ્તુઓ આમતેમ ઉડાવા લાગી હતી. થોડીવાર માટે તો જાણે એવો માહોલ સર્જાયો હતો કે પૃથ્વી લોકોમાં જાણે સાક્ષાત રાવણનો વધ થવાનો છે.

અચાનક કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો

વીઆઈપી રોડ ખાતે રાવણને ફટાકડાથી ભરીને તૈયાર કરી દેવામાં આવ્યો હતો. 60 ફૂટ ઊંચા રાવણનું પૂતળું દોરડાથી બાંધીને ઉભું કરી દેવામાં આવ્યું હતું. અચાનક કહાનીમાં ટ્વિસ્ટ આવતો હોય છે તેમ જોરદાર પવન ફૂંકાયો હતો અને રાવણ નીચે પડી ગયો હતો. રાવણ નીચે પડતાની સાથે જ રાવણમાં ભરેલા દારૂગોળાને કારણે આતશબાજી થવા લાગી હતી. એકબાજુ પવન અને બીજી તરફ અકસ્માતે શરૂ થઈ ગયેલી આતશબાજીને કારણે લોકો ડરી ગયા હતા.
First published: October 9, 2019, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading