સુરત : રત્ન કલાકારોના પગારનો મામલો, પગાર નહી આપનાર ફેક્ટરીઓનું લીસ્ટ કલેક્ટરને સોંપાયું


Updated: April 2, 2020, 10:58 PM IST
સુરત : રત્ન કલાકારોના પગારનો મામલો, પગાર નહી આપનાર ફેક્ટરીઓનું લીસ્ટ કલેક્ટરને સોંપાયું
રત્ન કલાકાર (ફાઈલ ફોટો)

સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે, કોઈ કામદારનો પગાર કાપવો નહીં છતાં પણ હીરા ઉદ્યોગની મોટાભાગની કંપનીઓ દ્વારા પૂરો પગાર રત્નકલાકારોને ચૂકવવામાં આવ્યો નથી

  • Share this:
કોરોના વાયરસના લીધે લોકડાઉન જાહેર કરાતા હીરા ઉદ્યોગમાં 14 એપ્રિલ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો અને કર્મચારીઓને સરકારનો આદેશ છતાં પુરા મહિનાનો પગાર ચૂકવવામાં નહીં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે જે કારખાનેદાર, હીરાની કંપનીના સંચાલકો દ્વારા રત્નકલાકારોને પૂરો પગાર ચૂકવવામાં આવ્યો નથી તેવા કારખાનેદારો અને કંપનીઓની યાદી આજે સુરત જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી લેબર કમિશનરને સોંપી ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે, કારખાનામાં કામ કરતા કામદારોના પગાર કાપશો નહી. સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે, કોઈ કામદારનો પગાર કાપવો નહીં અને વેહલાસર તેમને પગાર પહોંચતો કરવો છતાં પણ હીરા ઉદ્યોગની મોટાભાગની કંપનીઓ દ્વારા માર્ચ મહિનાનો પૂરો પગાર રત્નકલાકારો અને કર્મચારીઓને ચૂકવવામાં આવ્યો નથી.

આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જે કંપનીઓએ પોતાના કામદારો એટલે કે રત્નકલાકારોને પૂરો પગાર નથી ચૂકવ્યો એવી કંપનીઓની યાદી બનાવી જિલ્લા કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.

યુનિયનના રણમલ જીલરીયા અને ભાવેશ ટાંક એ કહ્યુ કે, હીરા ઉદ્યોગમાં કારીગરો પહેલાથી જ બેરોજગારી અને આર્થિકતંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે હીરાના ઉદ્યોગપતિઓ પોતાની કંપનીમાં કામ કરતા રત્ન કલાકારોની જવાબદારી ઉપાડે એ આવશ્યક છે.

અમે સુરત જિલ્લા કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરી રત્નકલાકારોને સરકારના પરિપત્ર મુજબ મહિનાનો પુરો પગાર અપાવે એવી રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા જે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રાહત પેકેજ જાહેર કરવા મા આવ્યું છે તેનો લાભ પણ હીરાઉદ્યોગના રત્ન કલાકારોને મળે એવી અમારી માંગણી છે
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading