સુરત : સચિન જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની માસુમ બાળકી ઉપર બળાત્કારની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ હતી. ઘર પાસે રમી રહેલી બાળકી ગુમ થઇ જતા પરિવારજનોએ પોલીસના જાણ કરી હતી. સચીન જીઆઇડીસી પીઆઇ સહિત એસીપીની અલગ-અલગ ટીમો બાળકીને શોધવા કામે લાગી હતી. દરમિયાન ઝાડી ઝાંખરામાંથી લોહી લુહાણ હાલતમાં બાળકી મળી આવતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તેણી ઉપર બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું. સીસીટીવીમાં દેખાતા અજાણ્યા નરાધમને શોધવા હાલ પોલીસ તપાસ કરી રહી છે.
વીઓ : સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી ૪ વર્ષની બાળકી મંગળવારે સવારે ઘર નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી આ સમયે એક નરાધમે તેનું અપહરણ કરી લીધું હતું. બાળકી ગુમ થઇ જતા પરિવારે શોધ-ખોળ શરૂ કરી હતી. જોકે કોઇ ભાળ નહીં મળતા બીજા બાળકોને પુછવામાં આવતા કોઇક કાકા બાળકીને ઉપાડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને પરિવારે જાણ કરતા જ સચીન જીઆઇડીસી તેમજ સચીન પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઇ બાળકીની શોધ ખોળ હાથ ધરી હતી.
સીસીટીવી કેમેરા ચેક કરતા એક અજાણ્યો બાળકીને ઉપાડીને જતો નજરે પડતા તે દિશામાં પોલીસે શોધ-ખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસને સચીન જીઆઇડીસીની ગિંજા મીલ પાસે બપોરે ભર વરસાદમાં ઝાડી ઝાંખરામાંથી કીચડમાં ઈજાગ્રસ્ત હાલતમાં બાળકી મળી આવી હતી. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. બાળકીની તપાસ દરમ્યાન ગળાના ભાગે નખના અને પ્રાઈવેટ પાર્ટનાં ભાગમાં લોહીના નિશાન મળી આવ્યા હતા. જેથી બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું છે.
જો કે ઘટનાના પગલે સચિન GIDC પોલીસનો ઉચ્ચ અધિકારીઓની કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ સચિન પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચને જાન કરતા ૧૨ જેટલી ટીમો બાળકીને શોધવામાં આલી હતી. જો કે સીસીટીવીમાં કેદ થયેલા ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.