સુરત : લૉકડાઉનમાં જેઠના દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી, આપઘાતનો પ્રયાસ

સુરત : લૉકડાઉનમાં જેઠના દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી, આપઘાતનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

સુરતના અડાજણ વિસ્તારની ચકચારી ઘટના, મહિલાને યોગ્ય સારવાર મળી જતા જીવ બચ્યો

  • Share this:
સુરત : સુરતમાં (Surat) એક રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. અહીંયા લૉકડાઉનમાં પતિની જ મદદગારીથી જેઠના દુષ્કર્મનો (Rape Victim) ભોગ બનેલી મહિલાએ (Married Woman) આપઘાતનો પ્રયાસ કરતા મામલો ગરમાયો છે. અડાજણ વિસ્તારની આ ઘટનામાં ઝેરી દવા ગટગટાવનારી પરિણીતાનો (Suicide Attempt) યોગ્ય સમયે સારવાર મળી જતા જીવ બચી ગયો છે પરંતુ આ કિસ્સાએ ભારે ધૃણા જગાવી છે. લૉકડાઉન સમયે સુરતમાં આ કિસ્સાની ખૂબ જ ચર્ચા થઈ હતી જેમાં એક પરિણીતાએ તેના પતિની મદદગારીથી જેઠે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ કરી હતી. જોકે, આ કિસ્સામાં સમાધાન થઈ ગયું હતું.

બનાવની વિગતો એવી છે કે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં ઝેરી દવા પી ગઈ હોવાનો કોલ આવતાની સાથે સુરતની અડાજણ પોલીસે  મહિલા અને બાળમિત્રની ટીમે આ મહિલા ઘરે પહોંચી અને દવા પીધેલી હાલતમાં મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જઈ અને મહિલાનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.જોકે આ મહિલાને તેના પતિ સાથે ઝઘડો ત્યાં બાદ આ પગલું ભર્યું હતું, મહિલા જયારે ગર્ભવતી હતી ત્યરે તેના પતિ અને તેના જેઠ દ્વારા આ મહિલા સાથે દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતું. જોકે મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને તેના જેઠની ધરપકડ કરી હતી જોકે આ પરણીતાએ પતિ સાથે સમાધાન કરી તેની સાથે રહેતી હતી.

પણ આ મામલે ગતરોજ ઝઘડો થતા આવેસમાં આવી જઈને આ પગલું ભર્યું  હતું. જોકે, આ મહિલાએ ઝેરી દવા પીધી છે તેવી જાણકરી બાળમિત્રના કોર્ડિનેટ પર  કોલ આવ્યો હતો. કોલ આવતા જ બાળમિત્રના કોર્ડિનેટરે અડાજણ પોલીસનો સંપર્ક કરી મહિલાનું સરનામું મેળવી લીધું હતું.

તેમણે અડાજણ પોલીસની મહિલા કોન્સ્ટેબલને સાથે રાખીને મહિલાના ઘરે પહોંચી ગયા હતા. દરવાજો ખખડાવતા મહિલાની 7 વર્ષની દિકરીએ દરવાજો ખોલતા આ ટીમે તાત્કાલિક મહિલાને બચાવી લીધી હતી જોકે આ મહિલાની પોલીસે હાલમાં ફરિયાદ લઇને આ મામલે ગુનો દખલ કરી વધુ તપાસ શરૂ કરી છે
Published by:Jay Mishra
First published:March 19, 2021, 10:31 am

ટૉપ ન્યૂઝ