સુરત : દુષ્કર્મ પીડિતોની કબૂલાત, અન્ય યુવકે કોફી પીવડાવાના બહાને હવસનો શિકાર બનાવી હતી, વધુ એક ફરિયાદ

સુરત : દુષ્કર્મ પીડિતોની કબૂલાત, અન્ય યુવકે કોફી પીવડાવાના બહાને હવસનો શિકાર બનાવી હતી, વધુ એક ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

લિંબાયત વિસ્તારમાં કચરો ઉઠાવનાર ટ્રોલીના ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યુ હતું, કિશોરીને પેટમાં દુખાવો ઉપડતા માતા હૉસ્પિટલે લઈ ગઈ હતી જ્યાં તે ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું

  • Share this:
સુરતમાં એક  કિશોરી પર મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ પર કચરો ઉઠાવવાના ટ્રેકટરમાં કામ કરતા ડ્રાઈવરે દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવીતને પ્રેમજાળમાં ફસાવી હવસખોર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. અને યુવતીને ગર્ભવતી બનાવી હતી. જો કે સમગ્ર મામલે દીકરીની માતાએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી હતી. જો કે આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. યુવતી પર અન્ય એક યુવકે પણ દુષ્કર્મ ગુજાર્યો હોવાનું સગીરાના નિવેદનમાં બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરતની 17 વર્ષીય કિશોરી કચરો ઉઠાવવાના ટ્રેકટરમાં કામ કરતી હતી. અને તેની સાથે જ ટ્રેકટરના ડ્રાઈવર તરીકે  ગણેશ નામનો યુવક કામ કરતો હતો. આ યુવકે કિશોરીને તેનાં પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને કામ પત્યા બાદ પોતાના ઘર ગોવિન્દ નગરમાં લઇ જતો હતો અને તેની સાથે મીઠી મીઠી વાતો કરી પોતાની હવસ સંતોષતો હતો. આ જ રીતે અનેક વાર દુષ્કર્મ આચારીયું હતું. પણ આ યુવકનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કિશોરીની પેટમાં દુઃખાવો ઉપડ્યો.આ પણ વાંચો :  સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની બર્થ ડે પાર્ટીના કારણે હોબાળો, વીડિયો વાયરલ થતા અટકાયત

કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા માતા તેને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં જ તબીબોએ સોનોગ્રાફી કરતા તેને બે મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા ચોંકી ઉઠી હતી. અને સમગ્ર મામલે કિશોરીને પૂછતા તેની સાથે ડ્રાઈવર ગણેશે આ બદકામ કર્યું હોવાનું જણાવ્યુ હતું. પોતાની દીકરી સાથે બનેલી ઘટનાને લઈ માતાએ લીંબયાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :  બનાસકાંઠા : પાકિસ્તાની યુવકે આત્મહત્યા કરી,પરિવારે દફનાવી દીધો હતો મૃતદેહ, 80 દિવસે ભાંડો ફૂટ્યો

જેથી પોલીસે આરોપી વિરૂદ્ધ પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી ગણેશને તેના જ વિસ્તારમાંથી દબોચી લીધો હતો. જો કે સમગ્ર મામલે બાદમાં ફરી એકવાર સગીરાની માતાએ સગીરાની પુછપરછ કરતા તેણી ફરી એકવાર કબુલાત કરી હતી કે, લિંબાયત ફુલવાડી ખાતે રહેતો અહેઝlઝ શેખ નામના યુવાને સગીરાને લગ્નની લાલચ આપી ઓકટોબર મહિનામાં કોફી પીવડાવવા લઇ જઈ બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી માતાએ ફરી એકવાર લિંબાયત પોલીસને રજૂઆત. કરી હતી. જેના કારણે પોલીસે હાલ અહેઝાઝ શોખ સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધી આગળની તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:December 25, 2020, 18:49 pm

ટૉપ ન્યૂઝ