સુરત : 'તું મારી સાથે લગન કર નહીં તો, ફોટા વાયરલ કરી દઈશ', ધોરણ-12ની વિદ્યાર્થીનીને ધમકાવી વારંવાર ગુજાર્યો બળાત્કાર

સુરત : 'તું મારી સાથે લગન કર નહીં તો, ફોટા વાયરલ કરી દઈશ', ધોરણ-12ની વિદ્યાર્થીનીને ધમકાવી વારંવાર ગુજાર્યો બળાત્કાર
સરથાણા પોલીસ સ્ટેશન

ચિરાગ વિદ્યાર્થીનીને તેની સાથે લગન્ કરવા માટે દબાણ કરતો હતો. કંટાળી આ તરુણીએ સમગ્ર ઘટના પોતાના પરિવારને કરી

  • Share this:
સુરત : શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત દારો જોવા મળી રહ્યો છે. મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાના બુંગણા ફૂંકવામાં આવે છે, ત્યારે બીજી બાજુ બહેન દીકરી પર અત્યાચારના રોજે-રોજ કિસ્સા સામે આવી રહ્યા છે. આજે શહેરના છેવાડાના સરથાણા વિસ્તારમાં સગીરાને 'તું મારી સાથે લગન્ નહી કરે તો, તારા ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ' આ પ્રકારની ધમકી આપી બ્લેકમેઈલ કરી બળાત્કાર કરવામાં આવતા ચકચાર મચી છે.

સુરતમાં સતત ગુનાખોરી પોતાની ચરમ સીમા પર પહોંચી છે અને તેમાં પણ મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતી અને ધો-૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીને તેના ઘરની બાજુમાં રહેતી મહિલાના ઘરે પાડોશી સંબંધ હોવાને લઈને અવાર જવર હતી, જોકે આ મહિલાનો ભાઈ અનાવ નવાર આવતો હતો, ત્યારે તેની મજરર આ તરૂણી પર પડી હતી અને તેણે આ તરૂની સાથે પ્રેમ થઇ ગયો હતો.આ પણ વાંચો - સુરત Live હત્યા Video: હત્યારા અમિતે કર્યો ખુલાસો, 'મને લુખ્ખો કહી તમાચો માર્યો, એટલે પતાવી દીધો'

જોકે યુવાન દ્વારા આ તરુણીને અનેક વખત લગન માટે પ્રસ્તાવ મુક્યો હતો પણ તરુણીને આ પ્રસ્તાવ નકાર્યો હતો. જેથી આરોપી યુવાન ચિરાગ ગૌતમ મહેતાની બે વર્ષ પહેલા તેના પર દાનત બગાડી હતી. ચિરાગ વિદ્યાર્થીનીને તેની સાથે લગન્ કરવા માટે દબાણ કરતો હતો.

આ પણ વાંચો - અમરેલી : રાજુલાના કુંડલીયાળા ગામના 22 વર્ષના યુવાનની ક્રૂરતા પૂર્વક હત્યા, આંતરડાં બહાર આવી ગયા

જોકે તરૂણીએ લગન માટે સતત ના પડતા આ યુવાન આવેશમાં આવી ગયો અને એક દિવસ તરૂણીને 'તું મારી સાથે લગન્ નહી કરે તો તારા ફોટા પાડી સોશિયલ મીડિયામાં વારયલ કરી દઈશ' અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઉત્રાણ વિસ્તારના ઍક મકાનમાં સહિત અલગ અલગ જગ્યાઍ લઈ જઈ તેની મરજી વિરુધ્ધ બળાત્કાર હતો.

આ પણ વાંચોરાજકોટ દેહવ્યાપાર : 'સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે', ગ્રાહકે કહ્યું - 'હોટલ પર લઈ આવી જા'

આ બાબતે કંટાળી આ તરુણીએ સમગ્ર ઘટના પોતાના પરિવારને કરતા પરિવારે આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ સાથે આરોપી યુવાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદની જાણકારી મળતા યુવાન ભાગી છુટ્યો છે, ત્યારે પોલીસ તેના પરિવારની પૂછપરછ કરી યુવાનને પકડી પાડવાના કામે લાગી છે.
Published by:kiran mehta
First published:January 09, 2021, 16:48 pm

ટૉપ ન્યૂઝ