સુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્મના આરોપીએ આપી ધમકી


Updated: July 5, 2020, 3:54 PM IST
સુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્મના આરોપીએ આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

17 વર્ષીય પુત્રીનું ઘર નજીક રહેતો જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત અપહરણ કરી પાટણના મોટારામણદા ગામે લઈ ગયો હતો અને...

  • Share this:
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી સગીર યુવતીનું કેટલાક યુવકો અપહરણ કરીને પાટણ લઇ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. જોકે કિશોરીએ સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે આ મામલે ફરિયાદ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ આરોપી 3 મહિના પહેલા જામીન પર છૂટ્યાં અને કિશોરીના ભાઈઓને ફેસ બુક દ્વારા ધમકી આપી હતી, જેને લઈને કિશોરીના ભાઈએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તરમાં આવેલ સિંગણપોર વિસ્તારમાં રહેતા અને સાડી પર સ્ટોન ચોંટાડવાનું મજુરી કામ કરતા, પરિવારની 17 વર્ષીય પુત્રીનું ઘર નજીક રહેતો જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત અપહરણ કરી પાટણના મોટારામણદા ગામે લઈ ગયો હતો અને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે કિશોરી દ્વારા સમગ્ર ઘટના પરિવાર જણાવતા પરિવાર દ્વારા આમામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે દુષ્કર્મ-અપહરણનો ગુનો નોંધી જયદિપસિંહની ધરપકડ કરી હતી.

જયદિંપસિંહ ત્યાર બાદ જેલમાં હતો, ત્યારબાદ 7 એપ્રિલના રોજ જામીન પર છુટ્યો હતો. જામીન ઉપર છૂટ્યા બાદ જયદિંપસિંહે કિશોરીના ભાઈને ફેસબુક ઉપર મેસેજ કર્યો, 'હું તો સાચો હતો ત્યારે નિર્દોષ સાબિત થઈ બહાર આવી ગયો છું, હવે પછી મારા સમાજની ઈજ્જત કાઢવા બદલ તને ખબર પડશે'. ત્યારબાદ તેણે ફેસબુક ઉપર જ તેને અવાર નવાર આ રીતે ધમકીઓ આપી હતી.


મામલો આટલે અટક્યો નહીં, જયદિંપસિંહ બાદ તેના બે મિત્રો ચેતનસિંહ રાજપુત અને વિશ્વરાજ રાજપુતે પણ કિશોરીના ભાઈને ધમકી આપવાનું શરૂ કર્યું. ગત 23મેના રોજ જયદિંપસિંહે ફેસબુક ઉપર ધમકી આપી કે, 'મેરી લાઈફ કે દો હી દુશ્મન હે, જીસને મેરી લાઈફ બરબાદ કી હે, કાકા ઓર ભત્રીજા. તુ મારી તૈયારીમાં રહેજે થોડા દિવસમાં સુરત આવી રહ્યો છું, જેના લીધે કુદે છે તેને પણ સાથે લેતો આવજે'. આ પ્રકારે અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. આ અંગે ડરેલા કિશોરીના ભાઈ દ્વારા સુરત પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
First published: July 5, 2020, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading