સુરતના માસ ક્વોરેન્ટાઈન કરાયેલા વિસ્તારોમાંથી 300 લોકોના રેન્ડમ સેમ્પલ લેવાયા, 95 રિપોર્ટ નેગેટિવ આવ્યા


Updated: April 8, 2020, 10:40 PM IST
સુરતના માસ ક્વોરેન્ટાઈન કરાયેલા વિસ્તારોમાંથી 300 લોકોના રેન્ડમ સેમ્પલ લેવાયા, 95 રિપોર્ટ નેગેટિવ આવ્યા
પ્રતિકાત્મક તસવીર

સોમવારે અને મંગળવારે મનપાની 4 ટીમો દ્વારા બન્ને વિસ્તારોમાંથી લીધેલા 150-150 સેમ્પલો અમાદાવાદ ખાતે ટેસ્ટિંગ માટે મોકલી અપાયા છે. આ ટેસ્ટિંગ રીપોર્ટ ખૂબ જ મહત્વના પુરવાર થઇ શકે છે.

  • Share this:
સુરતઃ માસ ક્વોરેન્ટાઇન કરાયેલા રાંદેર ટાઉન, ગોરાટ, અડાજણ પાટિયા તથા કેસ ધરાવતા દર્દીઓ ઘરની આસપાસ તથા સંલગ્ન વિસ્તારોમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા છેલ્લા બે દિવસમાં રેન્ડમલી કુલ ૩૦૦ જેટલા સેમ્પલો ટેસ્ટિંગ માટે લીધા છે. આજે બુધવારે પણ બન્ને વિસ્તારોમાંથી 100-100 સેમ્પલો મનપાની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે.

કોરોના માટે બન્ને વિસ્તારો હોટ સ્પોટ તરીકે ડેવલપ થયા હોવાથી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. છેલ્લાં બે દિવસમાં રાંદેર ટાઉન, ગોરાટ-જીલાની બ્રિજ વિસ્તારમાંથી 150 અને બેગમપુરા-ઝાંપાબજાર વિસ્તારમાંથી 150 સેમ્પલો મનપાની ટીમે રેન્ડમલી લીધા છે.

જોકે રાહતની વાત એ છે કે આ સેમ્પલો માથી 95 સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જે તંત્ર માટે હાલ પુરતા રાહતના સમાચાર છે.

આ વિસ્તારોમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો પણ ચિંતાજનક રીતે વધ્યા છે.

સોમવારે અને મંગળવારે મનપાની 4 ટીમો દ્વારા બન્ને વિસ્તારોમાંથી લીધેલા 150-150 સેમ્પલો અમાદાવાદ ખાતે ટેસ્ટિંગ માટે મોકલી અપાયા છે. આ ટેસ્ટિંગ રીપોર્ટ ખૂબ જ મહત્વના પુરવાર થઇ શકે છે.

આજે પણ મનપા દ્વારા બંનેને માસ ક્વોરેન્ટાઇન વિસ્તારમાંથી 100-100 રેન્ડમલી સેમ્પલ લીધા છે. પોઝિટિવ દરદીઓના પરિવારના સભ્યો, સંપર્કમાં હોય તેવા મિત્રો, હાઇરિસ્ક સંપર્ક તથા આસપાસના વિસ્તારોમાંથી એઆરઆઇના કેસો 60 વર્ષથી વઘુ ઉંમર ધરા લોકોના સેમ્પલ લેવા પર ભાર મૂક્યો છે.અમદાવાદ લેબમાંથી રેન્ડમલી સેમ્પલના ટેસ્ટિંગ રીપોર્ટ આવ્યા બાદ આ માસ ક્વોરેન્ટાઇન વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનના ભયનો વાસ્તવિક ચિત્ર બહાર આવી શકે તેમ છે.  જોકે હાલમાં જે 95 જેટલા રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તેનાથી તંત્રને આંશીક રાહત મળી છે.
First published: April 8, 2020, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading