રાજકોટ : 14 લાખના સોનાના ટૂકડાં સાથે ઝડપાયા બે રીઢા ચોર, ચોરી કરવા ફ્લાઇટ- ટ્રેનમાં આવતા હતા

રાજકોટ : 14 લાખના સોનાના ટૂકડાં સાથે ઝડપાયા બે રીઢા ચોર, ચોરી કરવા ફ્લાઇટ- ટ્રેનમાં આવતા હતા
રાજકોટમાંથી ઝડપાયેલા ઈરાની ગેંગના સભ્યો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઈરાની ગેંગના ગુલામ અબ્બાસ ઉર્ફે મિસમ તેમજ ગુલામ ઉર્ફે સુલતાન ઉર્ફે ગુજજી ઉર્ફે ટિંગનાને સોનાના સિક્કા અને ટૂકડાં સાથે ઉપાડી લીધા

  • Share this:
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગુન્હાખોરી આચરતી ઇરાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસે રહેલ 14,14,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.તાજેતરમાં જ 15 ડિસેમ્બર 2020 ના રોજ ભુજમાં બે અજાણ્યા ઇસમો દ્વારા 15 લાખના સોનાના ટુકડાની ચોરી કરવામાં આવી હોવાનો મેસેજ રાજકોટ શહેર પોલીસને મળ્યો હતો. જે બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના આદેશ અનુસાર બંને ઈસમોને પકડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીની અધ્યક્ષતામાં બે ટીમ બનાવવામાં આવી હતી.

ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ પી.એમ.ધાખડા તેમજ પીએસઆઇ એમ. વી. રબારી તથા તેમની ટીમના માણસોને માહિતી મળી હતી કે ઇરાની ગેંગ તરીકે ઓળખાતી ગેંગના બે ઈસમો રાજકોટ રેલવે સ્ટેશન આસપાસ ફરી રહ્યા છે.આ પણ વાંચો :  ગીરસોમનાથ : MLAની ઓફિસ પાસે સાંઢનો આતંક, આધેડને અડફેટે લેતા હવામાં ફૂટબૉલની જેમ ફંગોળાયા

જેમની પાસે ભુજમાં ચોરી કરવામાં આવેલા સોનાના ટુકડા તેમજ સોનાના સિક્કા રહેલા છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાંચના પ્રતાપ સિંહ ઝાલા કુલદીપસિંહ જાડેજા તેમજ પ્રદિપસિંહ જાડેજા ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી ઈરાની ગેંગના ગુલામ અબ્બાસ ઉર્ફે મિસમ તેમજ ગુલામ ઉર્ફે સુલતાન ઉર્ફે ગુજજી ઉર્ફે ટિંગનાને ઝડપી લેવામાં આવ્યો હતો.

તો સાથે જ તેની પાસે રહેલ સોનાના સિક્કા પાંચ નંગ તેમજ સોનાના આશરે 70 જેટલા ટુકડા કબજે કરવામાં આવ્યા છે. આમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી તેની પાસે રહેલ 14,14,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે વાતચીત કરવામાં આવે તો, આરોપીઓ મોટાભાગે જ્વેલર્સમાં ચોરી કરવાની ટેવવાળા છે. દુકાનદારની નજર ચૂકવી ટેબલ ઉપર રહેલ સોનાના દાગીનાની ચોરી કરવાની ટેવવાળા છે. આરોપીઓ જુદા જુદા રાજ્યોમાં ચોરી કરવાની ટેવ વાળા હોય જેથી તે સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે લોકલ ભાષા તેમ જ પ્રભાવશાળી વાકચાતુર્ય નો ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં આમ આદમી સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ ભૂલે તો દંડ, ભાજપના નેતાઓને બધી જ છૂટ? 

તો સાથે જ પોતાની અસલી ઓળખ છુપાવવા માટે અલગ અલગ નામ પણ ધારણ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ જણાવ્યું છે કે તેઓ મુંબઈ ઘાટકોપર વિસ્તારમાં રહેતા હોય જેથી જે રાજ્યમાં ચોરી કરવાની હોય તે રાજ્યમાં ટ્રેન મારફતે અથવા ક્યારેક પ્લેન મારફતે આવતા જતા હતા જેથી કરીને જે જગ્યાએ ગુનો આચરેલ હોય તે જગ્યા તાત્કાલિક છોડી શકાય.

ઈરાની ગેંગને ઝડપી પાડનાર ટીમ


રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ આરોપી ગુલામ અબ્બાસ વિરુદ્ધ દિલ્હીમાં 3, મહારાષ્ટ્રમાં 5, રાજસ્થાનમાં 3 જ્યારે કે ગુજરાતમાં નવ જેટલા ગુના આચર્યાનું સામે આવ્યું છે જે મામલે તેની વિરુદ્ધ ગુના પણ નોંધાઈ ચુક્યા છે. આમ કુલ 20 ગુના અત્યાર સુધીમાં ગુલામ અબ્બાાસ વિરુદ્ધ નોંધાઈ ચુક્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ આરોપી ગુલામ ઉર્ફે સુલતાન વિરુદ્ધ દિલ્હીમાં 3 રાજસ્થાનમાં 3 જ્યારે કે ગુજરાતમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે આમ કુલ 10 ગુના અત્યાર સુધીમાં ઉર્ફે સુલતાન વિરુદ્ધ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે ભુજ તથા વલસાડના કુલ ત્રણ ગુના ની કબુલાત આપી છે
Published by:Jay Mishra
First published:December 19, 2020, 16:51 pm

ટૉપ ન્યૂઝ