રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : 16 વર્ષની સગીરાને સાડા સાત માસનો ગર્ભ, સગીરા બની ગુમ-સુમ

રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : 16 વર્ષની સગીરાને સાડા સાત માસનો ગર્ભ, સગીરા બની ગુમ-સુમ
રાજકોટ રેપ આરોપી

તબીબો દ્વારા જ્યારે સગીરા સાડા સાત માસનો ગર્ભ ધરાવે છે તેવું કહેવામાં આવતા સગીરાના પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું

  • Share this:
રાજકોટ : ગોંડલ તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે ખસેડવામાં આવતાં સગીરા સાડા સાત માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા સાહિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના એક ગામે 16 વર્ષની સગીરા ઉપર આઠેક માસ પહેલા ગામના સાહિલ નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાના કારણે સગીરા ગર્ભવતી બની જવા પામી હતી.આ પણ વાંચોકરૂણ અકસ્માત: 'જાનૈયાઓને નાસ્તો પહોંચાડવા જતો હતો', બહેનના લગ્નના દિવસે જ ભાઈનું મોત

સાહિલ નામના શખ્સ દ્વારા આપવામાં આવેલ ધાક-ધમકી અને શારીરિક શોષણના કારણે સગીરા ગુમ સુમ બની ગઈ હોય. ત્યારે અચાનક તેના પેટમાં દુખાવો અસહ્ય બનતાં સગીરાના પરિવારજનો દ્વારા યુવતીને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે તબીબો દ્વારા તપાસ કરવામાં આવતાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોમહેસાણા કરૂણ અકસ્માત: 'સાથે મોટા થયા - સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત, બેસણામાં ગામ હિબકે ચઢ્યું

તબીબો દ્વારા જ્યારે સગીરા સાડા સાત માસનો ગર્ભ ધરાવે છે તેવું કહેવામાં આવતા સગીરાના પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે આરોપી સાહિલ વિરૂદ્ધ આઈપીસીની કલમ 376 તેમજ પોકસો હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપી સાહિલ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોસુરેન્દ્રનગર : સેલ્ફિ લેતા બે મિત્રો કેનાલમાં ગરકાવ, જુઓ મસ્તી સાથે મોતનો અંતિમ Video


ત્યારે ધૃણાસ્પદ બનાવને પગલે નાના એવા ખોબા જેવડા આ ગામમાં સગીરાને ગર્ભવતી બનાવ્યા હોવાનો કિસ્સો ચર્ચાના ચકડોળે ચડયો છે. આ મામલામાં બીજા શખ્સોની પણ સંડોવણી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. ત્યારે પોલીસ તપાસમાં આગળ શું સામે આવે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે.
Published by:kiran mehta
First published:March 06, 2021, 19:32 pm

ટૉપ ન્યૂઝ