રાજસ્થાનથી બાઈક લઈને સુરતમાં આવી મહિલાઓને બનાવતો ટાર્ગેટ, ચેઈન સ્નેચિંગનો રીઢો આરોપી ઝડપાયો


Updated: March 20, 2020, 10:58 PM IST
રાજસ્થાનથી બાઈક લઈને સુરતમાં આવી મહિલાઓને બનાવતો ટાર્ગેટ, ચેઈન સ્નેચિંગનો રીઢો આરોપી ઝડપાયો
આરોપીની તસવીર

છેલ્લા લાંબા સમયથી સુરતના રસ્તા પરથી પસાર થતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિક કરીને ભાગી જવાની ઘટના સતત બની રહી હતી. જોકે આવ ચેઇન સ્નેચર સુરત પોલીસ માટે માઠનો દુખાવો બની ગયા હતા.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat city) રસ્તા પર પરથી પસાર થતી મહિલાને ટાર્ગેટ કરીને ગળામાંથી ચેઈન (Chain snatching) ખેચી લૂંટ ચલાવતા નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી લેવામાં પોલીસને (police) સફળતા મળી છે. જોકે આરોપી પોતાના સાગરીત સાથે રાજસ્થાન થી બાઈક પર આવીને ચોરી કરતા હતા.

છેલ્લા લાંબા સમયથી સુરતના રસ્તા પરથી પસાર થતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિક કરીને ભાગી જવાની ઘટના સતત બની રહી હતી. જોકે આવ ચેઇન સ્નેચર સુરત પોલીસ માટે માઠનો દુખાવો બની ગયા હતા. ત્યારે આવી ચોરીમાં ભૂતકાળમાં સંડોવાયેલા ઈસમોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી. ત્યારે પોલીસને ધ્યાને આવી હતી કે 2016માં રાજસ્થાન મોટર સાઇકલ પર પોતાના એક સાગરીત સાથે આવીને મહિલાના ગાળામાંથી ચેઇન સ્નેચિક કરતો એક રીઢો ગુનેગાર સુરતમાં ફરી રહ્યો છે.

પોલીસે આ બાતમીના આધારે આ ઈસમ પંકજ શંકરલાલ પરમારને ઝડપી પડ્યો હતો. જોકે પોલીસે તેની પૂછપરછ કરતા તે રાજસ્થાનના પોતાના એક પંટરરાહુલ ઉર્ફે રીન્કુ સાથે સુરતના અલગ અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતો હતો.

આ બંને આરોપીઓએ 9 જેટલી ઘટનાને અંજામ આપ્યો હતો. રાહુલ ઉર્ફે રીન્કુપોલીસના હાથે લાગી જતા તે રાજસ્થાન ખાતે ભાઈ ગયો હતો. જોકે ત્યાર બાદ ઘટનાને આટલા વર્ષથી જતા ફરી એકવાર આજ પ્રકારે ચેઇન સ્નેચિક કરવા માટે ફરી સુરતમાં આવ્યો હતો. જોકે, પોલીસના હાથે ઝડપાયો હતો.

આરોપીના ગુનાહીત ઇતિહાસની વાત કરવામાં આવે તો સુરતમાં અગાઉ 6 ગુનામાં પકડાયેલ ચૂકેલા છે. રાજસ્થાનમાં 2000થી 2013 સુધીમાં 14 ગુનામાં પકડાયેલા ચૂકેલા છે. આ ઉપરાંત અમદાવાદ 6 ગુણ જયારે મહારાષ્ટ એક ગુનામાં પકડાયા છે. 2010માં સુરતની અડાજણ પોલીસે પાસા હેઠળ તેની ધરપકડ કરી હતી. જોકે આ રીઢો આરોપી હોવાને લઇને પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. અને તપાસ દરમિયા અનેક ચોરીના ભેડ ઉકલે તેવી આશકા વ્યક્ત કરી છે.
First published: March 20, 2020
વધુ વાંચો
अगली ख़बर