સુરતઃ ચૂંટણીના પ્રચારને કારણે કોંગ્રેસ ભાજપના મોટા મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યાં છે. આજે સુરતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બોલિવૂડ અભિનેતા રાજ બબ્બરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજ બબ્બરે વરાછામાં કોંગ્રેસ માટે રોડ શો પણ યોજ્યો હતો.
ઉત્તર ભારતીય માટે સુરત પ્રવિત્ર ધરતી છે. મોદી સરકારે લોકોને રોજગારી આપી નથી પરંતુ સુરત શહેરે ઉત્તર ભારતના લોકોને રોજગાર આપ્યો છે. તેમણે મોદી પર સવાલો કરતા કહ્યું હતું કે મોદી પોતાને ગુજરાતનો પુત્ર કહે છે તો તેમના ગુજરાતમાં બગાવત કેમ છે? તમામ સમાજ મોદી સરકારને ગુજરાતના દરેક વર્ગ પાટીદાર, દલિત ઓબીસી સવાલો કરી રહ્યાં છે. વિકાસના મુદ્દા કરતાં ધર્મના મુદ્દાને ઉછાળી રહી છે.
તેમણે ભાજપના સભ્યોને નિશાને લેતા કહ્યું કે બળાત્કારની 90 ટકા ઘટનામાં તેમની પાર્ટીના લોકો સંકળાયેલ છે. તેમને ગુજરાતના ખેડુતો વિશે કહ્યું કે ભાજપના રાજમાં 15 હજાર ખેડૂતોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતની વાત મોદી સભામાં કેમ નથી કરતા. મોદીએ ચીમન પટેલ અને આનંદીબેન પટેલની રાજકીય કારકિર્દી પૂરી કરી દીધી છે. જીએસટીમાં કોંગ્રસના કોઈ સૂચનો વડાપ્રધાને સ્વીકાર્યા નથી. મોદી સરકારે શિક્ષણને વેપારીકરણ બનાવી દીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર