સુરત-વલસાડમાં શાહરૂખની ફિલ્મ 'રઈસ' વિરુદ્ધ લાગ્યા પોસ્ટર,શો રોકાયો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 10:56 AM IST
સુરત-વલસાડમાં શાહરૂખની ફિલ્મ 'રઈસ' વિરુદ્ધ લાગ્યા પોસ્ટર,શો રોકાયો
સુરતઃબોલીવુડની ફિલ્મ રઈસ આજથી સિનેમા ઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે. ત્યારે રાષ્ટ્ર નિર્માણ સેના દ્વારા સુરત અને વલસાડમાં ફિલ્મના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે.શાહરૂખને રાષ્ટ્રવિરોધી ગણીને આ ફિલ્મ ન જોવાની પોસ્ટરમાં લોકોને સલાહ આપવામાં આવી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 10:56 AM IST
સુરતઃબોલીવુડની ફિલ્મ રઈસ આજથી સિનેમા ઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે. ત્યારે રાષ્ટ્ર નિર્માણ સેના દ્વારા સુરત અને વલસાડમાં ફિલ્મના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે.શાહરૂખને રાષ્ટ્રવિરોધી ગણીને આ ફિલ્મ ન જોવાની પોસ્ટરમાં લોકોને સલાહ આપવામાં આવી છે.

વલસાડના સિનેપાર્ક પર ફિલ્મનો વિરોધ કરાયો હતો.વિરોધ પ્રદર્શન, ફિલ્મના શોમાં થોડા સમય સુધી વિક્ષેપ પડ્યો હતો.પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બાદમાં શો રાબેતા મુજબ શરૂ કરાયો હતો.

rais surat

બોલીવુડની રઈસ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન શાહરૂખ સાથે લીડ રોલમાં હોવાથી આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. શાહરુખને રાષ્ટ્રવિરોધી ગણી તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેમજ શાહરૂખની જાહેરાતવાળી પ્રોડ્કટનો પણ વિરોધ કરવા સલાહ આપવામા આવી છે રઈસ ફિલ્મના વિરોધ સાથે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, દેશ વિરોધી માનસિકતા ધરાવતા શાહરૂખની જાહેરાત વાળી પ્રોડક્ટ પણ ખરીદવાનું બંધ કરી દો. જો કે વિરોધ વચ્ચે આજે શહેરમાં ફિલ્મ રિલિઝ થઈ રહી છે.

આ અગાઉ શાહરૂખ ખાન 'રઈસ' ફિલ્મના પ્રમોશન માટે ઓગસ્ટ ક્રાંતિમાં મુંબઇથી દિલ્હી સુધીની સફર કરી હતી. જેમાં 23 જાન્યુઆરીના રોજ સુરત રેલ્વે સ્ટેશન પર ઓગસ્ટ ક્રાંતિ આવી પહોંચી ત્યારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને શાહરૂખ હાય હાયના નારા લાગ્યા હતા.
First published: January 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर