Home /News /south-gujarat /

સુરત જીલ્લામાં ધોધમાર વરસાદ, મધર ઈન્ડીયા ડેમમાં પાણી આવતા ખેડૂત ખુશ

સુરત જીલ્લામાં ધોધમાર વરસાદ, મધર ઈન્ડીયા ડેમમાં પાણી આવતા ખેડૂત ખુશ

ગત 24 કલાકની વાત કરી એ તો મહુવા તાલુકામા બે ઇંચથી વધુ વરસાદ પડ્યો

ગત 24 કલાકની વાત કરી એ તો મહુવા તાલુકામા બે ઇંચથી વધુ વરસાદ પડ્યો

    કેતન પટેલ, સુરત: જિલ્લામાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદને લઈને મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ મધર ઇન્ડિયા ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. તળિયા ઝાટક થઈ ગયેલા ડેમમાં પાણીની આવક સારું થતા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

    સુરત જિલ્લામાં કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકની વાત કરી એ તો મહુવા તાલુકામા બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમજ ઉપરવાસમાં આવેલ ડાંગ જિલ્લામાં પણ કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન થયાં હતા. જેને પગલે અંબિકા નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી. અંબિકા નદી પર આવેલ મહુવા તાલુકાના ઉમરા ગામે મધર ઇન્ડિયા ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. કાળ ઝાળ ગરમીમાં ડેમનું પાણી ખાલી થઈ તળિયા આવી ગયા હતા. વરસાદી પાણી મધર ઇન્ડિયા ડેમમાં વહેતા સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા.

    વર્ષો પહેલા અહીં મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું. અને ત્યારથી આ નાના ચેકડેમ પર બનેલ ડેમને મધર ઇન્ડિયા નામ અપાયું હતું. સામાન્ય રીતે પાણીથી હર્યો ભર્યો રહેતો, આ મધર ઇન્ડિયા ડેમ ખાલી થઈ જતા એક સમયે ખેડૂતોમાં પણ નારાજગી છવાઈ હતી. ત્યારે પાણીના ભરોસે ચોમાસામાં ખેડૂતો ખેતી પાક લેતા આ પાણીની આવકે નવજીવન આપ્યું હતું.

    હાલ અવિરત પાણી મધર ઇન્ડિયા ડેમમાં આવી રહ્યું છે. જેથી ધરતીપુત્રોએ રાહત અનુભવી ખેતીમાં જોતરાશે. તેમજ રવિવારનો દિવસ હોય પ્રકૃતિની મઝા માણવા નીકળેલા સહેલાણીઓ આ ડેમની મુલાકાત લેવાનું પણ ચૂકતા નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Coming, District

    આગામી સમાચાર