સુરત : સવારથી ભારે પવન સાથે તોફાની વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા


Updated: July 21, 2020, 5:59 PM IST
સુરત : સવારથી ભારે પવન સાથે તોફાની વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ફાઇલ તસવીર

સુરત શહેરમાં આશરે એક કલાક સુધી પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જિલ્લામાં ઉમરપાડા અને માંગરોળમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતા.

  • Share this:
સુરત : સુરત શહેર સહિત જિલ્લા (Surat District)માં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદે વિરામ લીધા બાદ મંગળવારે સવારથી ફરીથી મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. સવારે એક કલાકમાં મેઘરાજાએ ધૂંઆદાર બેટિંગ (Surat City Rain) કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ (Water-logging) ગયા હતા. જેના કારણે જનજીવન પર તેની અસર જાવા મળી હતી.

આશરે એક કલાક સુધી પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેની સાથે જિલ્લામાં પણ ઉમરપાડા અને માંગરોળમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બીજી બાજુ વરસાદનું જોર ઘટતા ઉકાઇમાં પાણીની આવક પણ ઘટી જવા પામી છે. હાલ 6,800 કયુસેક પાણીની આવક સામે એટલી જ માત્રામાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમની સપાટી બપોરના એક વાગ્યા સુધી 323.47 ફૂટ પર પહોચી છે. કોઝવેની સપાટીમાં ઘટાડો થઇને 5.47 મીટર પર પહોચી ગઇ છે.

આ પણ વાંચો : રાજકોટના કારખાનેદાર પરપ્રાંતીય મજૂરોને વિમાનમાં પરત લાવ્યા

સુરત સહિત જિલ્લામાં મંગળવારે ફરીથી મેઘરાજાએ ધૂંઆદાર બેટિંગ કરતા ખેડૂતપુત્રોમાં ખુશીની લહેર જાવા મળી હતી. એક કલાક સુધી પડેલા વરસાદના પગલે શહેરના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદ પડવાના કારણે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી હતી.

વીડિયો જુઓ : પ્રદેશ ભાજપ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યા બાદ સીઆર પાટીલે શું કહ્યું?
જોકે, બપોરના 11 વાગ્યા પછી ફરીથી સૂરજદાદા પ્રગટ થતાં લોકોને ગરમીનો અહેસાસ થવા માંડ્યો હતો. આમ સુરત શહેરમાં માત્ર એક કલાકમાં 18 મીમી વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરત જીલ્લાના ચાર તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ઉમરપાડા અને માંગરોળમાં પોણા એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં છેલ્લાં 12 કલાક દરમિયાન કામરેજમાં 4 મીમી , માંગરોળમાં 22 મીમી, સુરત સીટીમાં 1 ઇંચ અને ઉમરપાડામાં 20 મી.મી વરસાદ નોધાયો હતો.
Published by: Vinod Zankhaliya
First published: July 21, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading