દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વચ્ચે 48 કલાક ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: July 1, 2019, 7:48 AM IST
દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વચ્ચે 48 કલાક ભારે વરસાદની આગાહી
નવસારીમાં વરસાદ

ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ મોડી રાત્રે ફરી વરસાદની પધરામણી થઈ હતી. ગાજવીજ સાથે વરસાદ પડતા શહેરના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યમાં ચોમાસાએ ગતિ પકડી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, ત્યારે હજી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના ખેડૂતો હજી કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સક્રિય થતાં હજી 48 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

આગામી 48 કલાક દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથા, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

રાજ્યમાં વરસાદના અપડેટ :

ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ મોડી રાત્રે ફરી વરસાદની પધરામણી થઈ હતી. ગાજવીજ સાથે વરસાદ પડતા શહેરના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થયા હતા. ભારે પવનને કારણે રથયાત્રાની કમાનો પણ ઉડી ગઈ હતી તેમજ હોર્ડિંગો પણ તૂટી ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

વલસાડ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. વાપી અને વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં રાત્રે વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો બારડોલીમાં 33 મિમી, ચોર્યાસીમાં 38 મિમી, કામરેજમાં 16 મિમી, માંડવીમાં 00 મિમી, માંગરોળમાં 70 મિમી, મહુવામાં 00 મિમી, પલસાણામાં 45 મિમી, ઓલપાડમાં 03 મિમી, ઉમરપાડામાં 53 મિમી અને સુરત શહેરમાં 14 મિમી વરસાદ નોંધાયો છે.ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો આહવામાં 01 મિમી, વઘઇમાં 50 મિમી, સુબિરમાં 02 મિમી, સાપુતારામાં કોઈ વરસાદ નોંધાયો નથી. હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે.
First published: July 1, 2019, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading