દીવનો દરિયો બન્યો તોફાની, દ.ગુજરાતમાં વરસાદી માહોલ

News18 Gujarati
Updated: June 13, 2019, 11:22 AM IST
દીવનો દરિયો બન્યો તોફાની, દ.ગુજરાતમાં વરસાદી માહોલ
દીવનાં દરિયાકિનારાની તસવીર

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  વાયુ વાવાઝોડાને કારણે બુધવારથી દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે. સુરતમાં ગઇકાલથી જ વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ સાથે મોડી સાંજે શહેરમાં 32 કિ.મીની ઝડપે જોરદાર પવન ફૂંકાતા શહેરમાં 10થી વધુ સ્થળે ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા. દીવમાં પણ વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હતો. આ ઉપરાંત સુરત જિલ્લાનાં બારડોલી, માંડવી, મહુવા, કામરેજ, માંગરોળ, ઉમરપાડા તેમજ પલસાણા તાલુકામાં વાદળછાયું વાતાવરણ થયું છે.

જુઓ : VIDEO: 15 જૂન સુધી ગુજરાત પર ખતરો યથાવત: હવામાન વૈજ્ઞાનિક

તિથલનો દરિયો તોફાની મૂડમાં

વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તિથલનો દરિયો તોફાની મૂડમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. તિથલનાં દરિયા કિનારા પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ જોવા મળ્યાં છે. દરિયા કિનારે એસઆરપી અને પોલીસનાં જવાનોને તહનાત કરી દેવમાં આવ્યાં છે. પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રાખવામાં આવી રહ્યાં છે.

વ્યારામાં પણ વાતાવરણ પલટો આવ્યો છે.


નવસારીમાં વરસાદઆ ઉપરાંત નવસારીમાં પણ વાતાવરણ બદલાયું છે. આજ સવારે આઠ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. કાંઠાના વાંસી બોરસી માછીવાડ ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.

VIDEO: જાફરાબાદમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

ડુમસ-સુવાંલીમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ

દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા હોઇ ડુમસ તથા સુંવાલીના દરિયાકિનારે લોકોના જવા પર 14 જૂન સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાનું કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું. જે પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે તેમજ NDRF તૈનાત કરાય છે.
First published: June 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading