સુરત: Corona ગાઈડલાઈનનું પાલન ન કરનારની હવે ખેર નથી, એક ડેટા એન્ટ્રી સેન્ટરને ફટકાર્યો 50 હજારનો દંડ


Updated: July 9, 2020, 6:18 PM IST
સુરત: Corona ગાઈડલાઈનનું પાલન ન કરનારની હવે ખેર નથી, એક ડેટા એન્ટ્રી સેન્ટરને ફટકાર્યો 50 હજારનો દંડ
એએમસીની રેડ

એક સાથે લગભગ ૩૦૦ યુવક - યુવતીઓ કામ કરી રહ્યા હતા. અહીંયા સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળતા પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

  • Share this:
સુરતમાં સતત વધી રહેલા કોરોના ના વધતા કેસને લઈએં કોરોના ગાઈડલાઈનનું પાલન સુરતમાં લોકો નથી કરતા, ત્યારે આવી સતત ફરિયાદ વચ્ચે સુરત મહાનગર પાલિકાને એક ફરિયાદ મળી હતી કે, કોરોનાના કહેર વચ્ચે શહેરના સગરામપુરા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં ડેટા એન્ટ્રી સેન્ટર પર સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરી ૩૦૦ જેટલા યુવક-યુવતી કામ કરી રહ્યા હતા. જેથી પાલિકાએ દરોડા પાડી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

કોરોનાના કહેર વચ્ચે શહેરમાં લોકોને માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા તંત્ર વારંવાર અપીલ કરી રહ્યું છે. પરંતુ શહેરમાં કેટલાક સ્થળો પર આ નિયમોનું પાલન ન કરતા હોવાનું સતત સામે આવી રહ્યું છે.

છેલ્લા એક મહિનાથી સુરતમાં સતત કોરોના પોઝિટિવ દર્દી સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણ અટકવા માટે તંત્ર દ્વારા કડક કર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવામાં મહાનગર પાલિકમાં છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ આવી રહી હતી કે, સગરામપુરા વિસ્તારમાં આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં ચાલતાં ડેટા એન્ટ્રી સેન્ટર ચાલે છે અને તેમાં કોરોના ગાડી લાઇનનું પાલન થતું નથી જેને લઇને આજે મહાનગર પાલિકા દ્વારા આજે શંખેશ્વર કોમ્પ્લેક્સમાં ચાલતાં ડેટા એન્ટ્રી સેન્ટર પર પાલિકાની ટીમે દરોડો પાડયો હતો.

આ પણ વાંચોસુરતમાં Coronaનો ફફડાટ, રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ન મળતા ધમાલ મચી

આ સેન્ટર પર એક સાથે લગભગ ૩૦૦ યુવક - યુવતીઓ કામ કરી રહ્યા હતા. અહીંયા સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળતા પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
શંખેશ્વર કોમ્પલેક્સના ભોંયરામાં ચાલતાં ડેટા સેન્ટરના સંચાલકોને પાલિકાની ટીમ દ્વારા ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં જે પ્રમાણે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે તેને લઈને હવે શહેરીજનોએ ખાસ જાગૃત થવાની જરૂર છે. તો જ આ મહામારી સામે આપણે લડી શકશું.
Published by: kiran mehta
First published: July 9, 2020, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading